બોટાદ, તા. 1
બોટાદ શહેર માં લેબોરેટરી માં દર્દીએ લોહીનો નમૂનો આપી રિપોર્ટ કરાવવા તો લોહીનો નમૂનો બદલાઈ ગયો અને બે મહિના માં દર્દી રિપોર્ટ અલગ અલગ આવ્યા દર્દીના જીવ સાથે ચેડા એક લેબની ભુલના કારણે દર્દી ના જીવ નું જોખમ ઉભું થાય તો શું લેબ સામે આરોગ્ય તંત્ર દ્વારા કોઈ પગલા ભરવામાં આવશે કે શું ? આ લેબમાં કામ કરતા સ્ટાફ ની શૈક્ષણિક લાયકાત તપાસ કરવામાં આવે.
બોટાદ ના સાળગંપુર ગામે રહેતા ભીખુભાઈ આપભાઈ ધાધલ ના પત્ની નો બ્લડ રિપોર્ટ બોટાદ ના પાળીયાદ રોડ પર આવેલ જઝ બસસ્ટેન્ડ પાસે આવેલ સ્ટર્લિંગ એક્યુરિસ ડાયો લેબોરેટરી ના ડો રીના પટેલ ની લેબ માં બ્લડ રિપોર્ટ કરાવ્યો હતો ફરી ના પત્ની નો ગત તારીખ 12-9-22 ના રિપોર્ટ કરાવ્યો હતો જેમાં અ પોજીટીવ આવ્યો હતો ત્યારબાદ ફરી થી 22-11-22 ના રિપોર્ટ કરાવ્યો તો ઓ પોજીટીવ આવ્યો તો બે મહિના ના સમય માં દર્દી ના રિપોર્ટ અલગ અલગ આવતા ફરીએ સ્ટર્લિંગ એક્યુરિસ લેબોલેટરી ડો રીના પટેલ જાણ કરતા વ્યવસ્થિત જવાબ આપેલ નહિ અને ઉધ્ધતાય ભર્યું વર્તન કરેલ ફરીએ સ્ટર્લિંગ એક્યુરિસ લેબોરેટરી ડો રીના પટેલ વિરૂધ્ધ ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ નોંધાવી છે.