રાજકોટ તા.1 : નલિયામાં 5.3 ડીગ્રી સિવાય રાજયમાં સર્વત્ર આજે પણ સવારે ડબલ ડીઝીટ તાપમાન સાથે સામાન્ય ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. રાજકોટ શહેરમાં સવારે 8 કિ.મી.ની ઝડપે ઠંડા પવન સાથે લઘુતમ તાપમાન 12.8 ડીગ્રી નોંધાતા નગરજનોએ શિતલહેર અનુભવી હતી. આ ઉપરાંત આજે સવારે અમદાવાદ ખાતે 13.4 ડીગ્રી, વડોદરામાં 14.8, ભાવનગરમાં 17.4 તથા ભૂજમાં 12 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતુ. જયારે દમણમાં 19, ડીસામાં 12.6, દિવમાં 14.2, દ્વારકામાં 16.4 તથા ગાંધીનગરમાં 12.8 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતુ તેમજ આજે સવારે કંડલામાં 14.4, ઓખામાં 18.8, પાટણમાં 11.8 તથા પોરબંદરમાં 16.5 અને સુરતમાં 18.2 ડીગ્રી તેમજ વેરાવળ ખાતે 17.3 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યુ હતુ.