નવી દિલ્હી તા.1 : ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ અરવિંદકુમાર તથા અલ્હાબાદ હાઈકોર્ટના વડા ન્યાયમૂર્તિ રાજેશ બિંદાલની સુપ્રીમકોર્ટમાં નિયુક્તિ કરવાની ભલામણ કોલેજીયમ દ્વારા કરવામાં આવી છે. જો કે, કોલેજીયમે કરેલી અગાઉની પાંચ ભલામણો હજુ પેન્ડીંગ છે ત્યાં નવી ભલામણો કરવામાં આવી છે.
ગત 13 ડિસેમ્બરે કોલેજીયમે પાંચ નામો સુચવ્યા હતા તેમાં હજુ નિયુક્તિ થઈ નથી. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ડી.વાય.ચંદ્રચૂડના નેતૃત્વ હેઠળના કોલેજીયમે રાજેશ બિન્દાલનું નામ સર્વસંમતિથી સુચવ્યુ હતું. જયારે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ અરવિંદકુમારના નામની ભલામણ બહુમતીથી થઈ હતી. જસ્ટીસ કે.એમ.જોસેફે તેમનું નામ હવે પછી વિચારણામાં લેવાનો અભિપ્રાય આપ્યો હતો.