(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)
ગોંડલ,તા.1
ગોંડલના ભુણાવા પાટીયા અને ટોલનાકા વચ્ચેના રોડ પર હાઇવે પર પડેલ મૃત પશુ સાથે અથડાઈ સ્વીફ્ટ કાર પલ્ટી ખાઈ જતાં કાર માં બેઠેલા રાજકોટના ખરેડીની ગોપાલ ગૌશાળાના ત્રણ સેવકોને ઇજાઓ પોહચી હતી ઇજાગ્રસ્ત ને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર રોજિંદા અકસ્માતના બનાવ બન્યા કરતા હોય છે
ત્યારે ભુણાવા પાટિયા થી ટોલનાકાની વચ્ચે હાઇવે પર મૃત પશુ સાથે કાર અથડાતા કાર માં સવાર જગમાલ દુદાભાઇ મકવાણા (ઉ.34), મોતીરામ સંતોષભાઇ પવાર (ઉ.42) અને હરેશ આણંદભાઇ મુછડીયા (ઉ.30) ને ઇજા થવા પામી હતી ઇજાગ્રસ્ત ને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના હેડ કોન્સ્ટેબલ રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇએ ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી
ઇજાગ્રસ્ત જગમાલ જણાવ્યું હતું કે ગોૈશાળાના પાંચ સેવકો કામ માટે જુનાગઢ સ્વીફટ કાર લઇને ગયા હતાં રાત્રે પરત ફરતા સમયે ભુણાવા પાટીયાથી આગળ જતાં રોડ પર મૃત હાલતમાં એક પશુ પડેલી હોઇ તે કાર ચાલક મોહિતભાઇને ન દેખાતાં તેની સાથે કાર અથડાઇને પલ્ટી ખાઇ ગઇ હતી જેમાં મોહિતભાઇ સહિત બેનો બચાવ થયો હતો અને પોતાના સહિત ત્રણને ઇજાઓ થઇ હતી.