(સાગર સોલંકી/ધર્મેન્દ્ર બાબરીયા) ધોરાજી તા.1 : ધોરાજીમાં નશાકારક કેફી પીણાની 2.10 લાખની બોટલોના જથ્થા સાથે મીહીરભાઈ વિનોદરાય સંતોકી (ઉં.35) (રહે. જૂનાગઢ, ઝાંઝરડા રોડ, હરી ઓમ નગર, મીરા એપાર્ટમેન્ટ, બ્લોક નં.103) નામના શખ્સને પોલીસે દબોચી લઈ પોલીસે કાર સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે.
આ અંગે મળતી વિગતો એવા પ્રકારની છે કે ધોરાજીમાં પો.ઈ. એ.બી.ગોહીલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન મળેલ બાતમીના આધારે નાગરિક બેંક પાસે જૂનાગઢ તરફથી આવતી ઈકો કારને અટકાવી ચેક કરતા આ ઈકો કારની પાછળની સીટમાં ખાખી કલરના પુંઠાના બોકસમાંથી નશાકારક કેફી પીણાની બોટલોનો જથ્થો નીકળી પડયો હતો. રૂા.2.10 લાખની નશાકારક કેફી પીણાની 1400 બોટલો અને રૂા.4.60 લાખની ઈકો કાર પોલીસે કબ્જે કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.