રાજકોટ,તા.1 : કોટડાસાંગાણીમાં શેડ રોડ પર રહેતા જિલ્લા ભાજપના આગેવાન વિનુભાઈ નરશીભાઈ ઠુમ્મર (ઉ.વ.55) ને આજે ભાજપના જ આગેવાન પિન્ટુ ઉર્ફે પ્રતિપાલસિંહ જયદેવસિંહ જાડેજાએ બેફામ ગાળો ભાંડી,તમાચા ઝીંકી,જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની કોટડાસાંગાણી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
વીનુભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હુ જીલ્લા ભા.જ.પ પાર્ટીમાં આગેવાન છુ.કોટડાસાંગાણી તાલુકા પંચાયત ખાતે કારોબારી અધ્યક્ષની ઓફીસમાં આયોજનને લગતી મીટીંગ હોય અને આ મીટીંગમાં કોટડાસાંગાણી તાલુકા ભાજપ પ્રમુખ જસમતભાઇ દેવજીભાઇ સાંગાણી તથા કારોબારી અધ્યક્ષ ધીરુભાઇ કોરાટ તથા ન્યાય સમીતીના ચેરમેનના પતિ ગોવિંદભાઇ રાઠોડ તથા કોટડાસાંગાણી તાલુકા ભાજપ ઉપપ્રમુખ પીન્ટુભાઇ ઉર્ફે પ્રતિપાલસિંહ જયદેવસિંહ જાડેજા તથા અન્ય હોદેદારો એમ બધા હાજર હતા.
તે દરમ્યાન આ પીન્ટુભાઇ ઉર્ફે પ્રતિપાલસિંહ જયદેવસિંહ જાડેજા નશો કરેલી હાલતમાં હોય અને ઉભા થઇ કહેવા લાગ્યા કે મને સાઇડ લાઇન કરશો તો તમો બધાને હું જોઇ લઇશ તેમ કહેતા મેં કહેલ કે તમે આવી ધમકી ન આપો.આ બાબતે આપણા ધારાસભ્ય સાથે વાત કરી લ્યો
તેમ કહેતા આ પીન્ટુભાઇને સારુ નહી લાગતા બધાને જેમફાવે તેમ ભુંડાબોલી ગાળો દેવા લાગેલ અને તેઓ એકદમ ઉશકેરાઇ ગયા હતા.મને પગમાં પાટુ મારેલ અને બે ફડાકા મારી લીધેલ અને આ જપાજપીમાં મે ડોકમાં પહેરેલ ચેન પણ તુટી ગયેલ અને તુલશીની માળા પણ તુટી ગયેલ હતી અને તેની ગાડીમાં હથીયાર જેવુ લેવા જતા હતા.ત્યારે આ બધા માણસોએ પકડી લીધેલ અને મને છોડાવેલ અને જતા જતા આ પીન્ટુભાઈ એ કહેલ કે જો ફરીયાદ કરીશ તો તને જાનથી મારી નાખીશ.આ અંગે કોટડાસાંગાણી પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી કરી હતી.