રાજકોટ,તા.1 : રાજકોટમાં મેગજીન વાળી પીસ્ટલ સાથે એલસીબીની ટીમે વિજય બાબુ માલકીયા (કોળી)(ઉ.વ.34, રહે. લાતી પ્લોટ, શેરી નં.10, કુવાડવા રોડ, રાજકોટ)ને ઝડપી લીધો હતો. રૂ.10 હજારની કિંમતની બંદુક પોલીસે કબ્જે કરી, વધુ તપાસ હાથ ધરી હતી.રાજકોટ શહેર એલસીબી ઝોન 1ના પીએસઆઈ બી.વી. બોરીસાગર, એએસઆઈ આર.એચ. કોડીયાતરની ટીમે પેટ્રોલિંગ દરમિયાન કોન્સ્ટેબલ સત્યજીતસિંહ જાડેજા, રાવીરાજભાઈ પટગીર, દિવ્યરાજસિંહ જાડેજાની બાતમીના આધારે વિજયને લાતી પ્લોટમાંથી ઝડપી લીધો હતો. તેની પૂછપરછમાં ખુલ્યું હતું કે મૃતક હિસ્ટ્રીશીટર ગબ્બરે મરતા પહેલા પોતાની બંદૂક તેને આપી હતી. જોકે પોલીસ આ અંગે વધુ તપાસ કરશે. વિજય પણ મારામારી સહિતના ગુનામાં અગાઉ પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.