અમદાવાદ : શાહરૂખ ખાનની નવી ફિલ્મ પઠાણ હાલ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવે છે ત્યારે ભારતીય ટીમના યુવા સ્ટાર્સ પણ ફિલ્મ જોવાનું ચૂક્યા નથી. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ઝ20 સીરીઝની ત્રીજી અને છેલ્લી મેચ પહેલા ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ ફિલ્મની મજા માણવા અમદાવાદમાં થિયેટરમાં પહોંચ્યા હતા. કુલદીપ યાદવ, શુભમન ગિલ, રાહુલ ત્રિપાઠી, ઈશાન કિશન, શિવમ માવી, યુઝવેન્દ્ર ચહલ અને સૂર્યકુમાર યાદવ થિયેટરમાં પહોંચ્યા અને ફિલ્મની મજા માણી. આ ખેલાડીઓની ટીમના સપોર્ટિંગ સ્ટાફના કેટલાક ખેલાડીઓ પણ ફિલ્મ જોવા માટે સિનેમા હોલ પહોંચ્યા હતા. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની સીરીઝની છેલ્લી અને સૌથી મહત્વની મેચ પહેલા ભારતીય ટીમના ખેલાડીઓ સિનેમા હોલમાં પહોંચ્યા અને પોતાને ફ્રેશ રાખવા પઠાણ ફિલ્મ જોઈ.