અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર મુસાફરો માટે નવો પીકઅપ ઝોન તૈયાર

01 February 2023 01:17 PM
Ahmedabad Gujarat
  • અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર મુસાફરો માટે નવો પીકઅપ ઝોન તૈયાર

એરપોર્ટ પર સીમલેસ પીકઅપ માટે મુસાફરોને નવું નઝરાણું

અમદાવાદ,તા.1 : અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ મુસાફરોમાટે નવુ નજરાણું લઈ આવ્યું છે. વર્તમાન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારતા એસવીપીઆઈ એરપોર્ટ પરએક નવો અરાઈવલ પીકઅપ ઝોન કાર્યરત કરવામાં આવ્યો છે.અમદાવાદ એરપોર્ટને ગુજરાતના ભવ્યાતિભવ્ય પ્રવેશદ્વાર બનાવવાની નેમ સાથે નવતર સુવિધાની શરૂઆત કરવામાં આવી છે.

જટઙઈંએરપોર્ટ પર મુસાફરોને નવતર સેવાઓ પ્રદાન કરવા સહિત મુસાફરીના અનુભવને બહેતર બનાવવા અવિરત પ્રયાસોજારી છે. નવા પીકઅપ ઝોનમાં 4 લેન છે, જેમાં ખાનગી કાર અનેબીઆરટીએસ બસ દ્વારા સીમલેસ પીકઅપ સાથે રાહદારીઓના આવાગમનમાં વધારો થશે. હાલ એરપોર્ટ પર નિર્માણાધીન ટી-1માં અરાઈવલમાટે નવા ફોરકોર્ટને શરૂ કરવાનુંકામ પુર જોશમાંચાલી રહ્યું છે. ફોરકોર્ટ ખુલ્યા બાદ એફ-બી, રિટેલ, રિલેક્સિંગ આઉટલેટ્સ સાથે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આગામી મહિનાઓમાં આ વિસ્તાર નવતર સુવિધાઓથી સજ્જ થઈ જશે.


Related News

Advertisement
Advertisement
Advertisement