વારાણસી : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણી મંગળવારે સાંજે કાશી વિશ્વનાથ મહાદેવના દરબારમાં પહોંચ્યા હતા. બાબા વિશ્વનાથના દરબારમાં પૂજા-અર્ચના કર્યા બાદ તેઓ પોતાના ગંતવ્ય સ્થાને જવા રવાના થયા હતા.
બાબા વિશ્વનાથ ધામની ભવ્યતા જોઈને અનંત ખૂબ ખુશ થયા અને કોરિડોરની પ્રશંસા પણ કરી. અનંત અંબાણી મંગળવારે કડક સુરક્ષા વચ્ચે વિશ્વનાથ મંદિર પહોંચ્યા હતા. મંદિરમાં પહોંચીને તેમણે પ્રાર્થના કરી અને ભગવાનના આશીર્વાદ લીધા. બાબાના દર્શન કરી પૂજા અર્ચના કર્યા બાદ અનંત અંબાણીએ કહ્યું કે બાબા વિશ્વનાથના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. શ્રી કાશી વિશ્વનાથના આશીર્વાદ અમારા પરિવાર પર વરસતા રહે તેવી પ્રાર્થના. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ અનંત અંબાણીએ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી છે