જુનાગઢ તા.1 : કેશોદના અગતરાય ગામે મકાનના બાંધકામ સ્થળેથી સ્લેબ ભરવાની લોખંડની પ્લેટની ચોરી કરનાર શખ્સને પોલીસે ઝડપી લઈ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. કેશોદના અગતરાય ગામે ચંદુભાઈ ઉકાભાઈ સોંદરવાએ મીલના બાંધકામનું કામ રાખેલ હોય જે સ્થળેથી સ્લેબ ભરવાની લોખંડની પ્લેટ નંગ 110ની કોઈ ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવતા પો.સબ ઈન્સ. ડી.કે.ઝાલા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી મનીષ મહેન્દ્ર ગોહેલ રે. સોંદરવાને ઝડપી લઈ તેમની પાસેથી ચોરાઈ 70 નંગ પ્લેટ, મોબાઈલ, બાઈક સહિતના મુદામાલ સાથે ઝડપી લઈ કોર્ટમાં રજુ કરવા તજવીજ હાથ ધરી છે.