સાવરકુંડલાની એમ.એલ.શેઠ શાળામાં ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ યોજાઇ ગયો

01 February 2023 01:32 PM
Amreli
  • સાવરકુંડલાની એમ.એલ.શેઠ શાળામાં ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ યોજાઇ ગયો

સાવરકુંડલા, તા.1 : દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પરીક્ષા પે ચર્ચા વિષય પર સંબોધનને સાંભળવા સાવરકુંડલાની એમ.એલ.શેઠ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું ચિત્ર સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકોને પ્રોત્સાહિત ઇનામ અને સર્ટિફિકેટ આપીને રાજકીય મહાનુભાવો એ સન્માનિત કર્યા હતા.

અમરેલી સાંસદ નારણભાઈ કાછડીયા સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળાની અધ્યક્ષતામાં યોજાયેલ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને સંબોધન કરીને પાયાનું શિક્ષણ જીવનમાં ઘડતર કરતું હોય અને શિક્ષણ થકી જ સફળતાનો સૂર્યોદય થતો હોય

ત્યારે વિદ્યાર્થીઓને શિક્ષણમાં મૂંઝવતા પ્રશ્નોના જવાબો ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાળાએ સચોટ આપીને વિદ્યાર્થી ઓને શિક્ષણ પ્રત્યેની અભિરૂચિ વધુ કેળવાય પરીક્ષાના ટેન્શન વિના ભણતરનો ભાર નહીં પણ જીવનના ગણતરનો પાયો શિક્ષણ હોય અને શિક્ષણમાં માતા-પિતા પછી ઉચ્ચ દરજ્જો ગુરુને પ્રાપ્ત હોય ત્યારે રાજકીય સફળતાના શિખરો સર કરેલા ધારસભ્ય મહેશ કસવાળાએ બેબાગ જવાબો વિદ્યાર્થીઓને આપીને વિદ્યાર્થી ઓના દિલ જીતી લીધા હતા.


Advertisement
Advertisement
Advertisement