(સમીર વિરાણી) બગસરા, તા.1
બગસરા ખાતે બીએપીએસ ના નુતન સ્વામિનારાયણ મંદિરનો ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત સંતો તથા હરિભક્તો દ્વારા ટૂંક સમયમાં જ નુતન મંદિર તૈયાર કરવાના સંકલ્પ સાથે ભૂમિ પૂજન કરાયું હતું વિગત અનુસાર બગસરા બાયપાસ ડેરી પીપરીયા ચોકડી પાસે બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા 8 વીઘા જમીનમાં ભવ્ય સ્વામિનારાયણ મંદિર બનાવવા માટે સંકલ્પ કરાયો હતો
જે અંતર્ગત સ્વામિનારાયણ સંપ્રદાયના ઉપસ્થિત સંતો જનમંગલ સ્વામી તથા સનાતન સ્વામી તથા અસંખ્ય હરિભક્તો ની હાજરીમાં ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. આપકે સંતો દ્વારા જીવનમાં ધર્મનું મહત્વ અને ગામમાં મંદિરનું મહત્વ કેટલું છે તે વિશે વિવિધ ઉદાહરણો દ્વારા સમજ આપવામાં આવી હતી
આ ભૂમિ પૂજન કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઈ દુધાત, જિલ્લા પંચાયત સદસ્ય ધીરુભાઈ માયાણી, શહેર ભાજપ પ્રમુખ ધીરુભાઈ કોટડીયા, સ્વસ્તિક મંડળીના ચેરમેન મનોજભાઈ મહિડા, સામાજિક તથા રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને અંતે શાકોત્સવનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદનો લાભ લીધો હતો.