વેરાવળ,તા.1 : વેરાવળ-પાટણ સંયુકત નગરપાલિકાના માજી નવરસેવકે સફાઇની કામગીરી બાબતે પોતાનો ઓડિયો કલીપ વાયરલ કરેલ હોય જેમાં પ્રભાસ પાટણમાં ડોર ટુ ડોર કચરો લેવા વાહન આવતા ન હોવાથી લોકો પરેશાન હોવાનું જણાવેલ છે. વેરાવળ-પાટણ નગરપાલિકાના માજી નગરસેવક અને સેનીટેશન વિભાગના માજી ચેરમેન લાલુભાઈ માખેચા એ જણાવેલ કે,
પ્રભાસ પાટણમાં ડોર ટુ ડોર કચરા માટે વાહન આવતા ન હોવાથી લોકો પરેશાન થયા હોય અને સતાધીશોને ઘણા ફોન કરવા છતાં વાહન આવતું ન હોય અને કેટલાંક સમયથી ચીફ ઓફિસર પણ ફોન ન ઉપડતા હોવાથી તેઓએ ઓડિયી બનાવી મેસેજ વાયરલ થયો છે. આ ઓડિયો મેસેજમાં પ્રભાસ પાટણ ખાતે નગરપાલિકા દ્વારા સફાઈ અનિયમિત થતી હોય તેમ જણાવી ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કાઉન્સિલર લાલુભાઈ માખેચા દ્વારા ચીફ ઓફ્સિરને અનેક વખત રજૂઆત કરવા છતાં ડોર ટુ ડોર આવતી નથી અને ફોન પણ ઉપાડતા નથી એને શું કામ નથી ઉપાડતા,
જ્યારે સરકાર સફાઇની કામગીરીને પ્રાધાન્ય આપતું હોય ત્યારે ડોર ટુ ડોર શુ કામે ગાડી આવતી નથી અને જે વેન આવે છે. એ રાબેતા મુજબ પ્રભાસ પાટણમાં મોકલો જેથી સ્થાનીક રહેવાસીઓની સમસ્યાનો અંત આવે અને આ બાબતે કોઇ કામગીરી કરવામાં નહીં આવે તો ના છૂટકે નગરપાલિકા કચેરી ખાતે તમામ રહીશો સાથે આંદોલન કરવાની ચીમકી ઓડિયોમાં આપી છે.