પ્રભાસપાટણ ખાતે પસમાંદા મુસ્લિમ સમાજ ઉત્થાન સમિતિ સંઘની પ્રદેશ કક્ષાની બેઠક યોજાઈ

01 February 2023 01:38 PM
Veraval
  • પ્રભાસપાટણ ખાતે પસમાંદા મુસ્લિમ સમાજ ઉત્થાન સમિતિ સંઘની પ્રદેશ કક્ષાની બેઠક યોજાઈ
  • પ્રભાસપાટણ ખાતે પસમાંદા મુસ્લિમ સમાજ ઉત્થાન સમિતિ સંઘની પ્રદેશ કક્ષાની બેઠક યોજાઈ

બેઠકમાં જીલ્લા કક્ષાની નિમણુંકો કરવામાં આવી

પ્રભાસ પાટણ,તા.1 : તા. 30/1/2023 સોમવારનાં રોજ ગીર સોમનાથ જીલ્લાના પ્રભાસ પાટણ શહેરમાં ઘાંચી સમાજના હોલ ખાતે પસમાંદા મુસ્લીમ સમાજ ઉત્થાન સમિતિ સંઘ (રજીસ્ટર્ડ સંસ્થા) ની ગુજરાત પ્રદેશ સમિતિની બેઠક મળી હતી. જેમાં પસમાંદા મુસ્લીમ સમાજ ઉત્થાન સમિતિ સંઘના રાષ્ટ્રીય મુખ્ય સંરક્ષક અને કેન્દ્રીય હજ કમીટીના પૂર્વ મેમ્બર, કેન્દ્રીય રેલ્વે બોર્ડ ઙઅઈ ના પૂર્વ મેમ્બર, કેન્દ્રીય વકફ કાઉન્સીલના પૂર્વ મેમ્બર, રાષ્ટ્રીય લઘુમતિ મોરચાના પૂર્વ ઉપાધ્યક્ષ એવા ઈરફાન અહેમદ, પસમાંદા મુસ્લીમ સમાજ ઉત્થાન સમિતિ સંઘના ગુજરાત પ્રદેશ પ્રમુખ સુલેમાનભાઈ ગઢીયા, સૌરાષ્ટ્ર ઝોન મિડિયા પ્રભારી અયાઝભાઈ કાલવાત, ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ ઇસ્માઇલભાઈ હુસેન ભાઈ મલંગ (યુસુફ પાકીઝા),

જિલ્લા ઉપપ્રમુખ સોયબભાઈ મોઠીયા, જિલ્લા મહામંત્રી હસનભાઈ ભાદરકા,ઉપરાંત રિટાયાર્ડ સુપ્રિડેન્ટ કસ્ટમ ઓફિસર જનાબ કાદરી બાપુ, હોટેલ ઉદ્યોગપતિ જનાબ સરફરાઝબાપુ કાદરી, ફિશ ઉદ્યોગપતિ યુસુફભાઈ સફી મરીન, સુલેમાનભાઈ સફિ મરીન, સુલેમાનભાઈ અલ્લારખા, વેરાવળ તાલુકા પંચાયતના પૂર્વ ચેરમેન સલીમભાઈ પંજા પ્રભાસ પાટણ ઘાંચી સમાજના ઉપપ્રમુખ ઈશાભાઈ પટેલ, જોઇન્ટ ઉપપ્રમુખ હારુનભાઈ ધરતી, ખજાનચી અહમદભાઈ મહેતાજી, પૂર્વ ઉપપ્રમુખ હારુનભાઈ ગોહેલ તેમજ સમસ્ત મુસ્લિમ ઘાંચી સમાજના તમામ કારોબારી સભ્ય, આલિયાએ દિન કમિટી ના સેક્રેટરી બાબાભાઈ બેકરી વાળા, નગરપાલિકા ના સભ્ય સલીમભાઈ સોડા વાળા, પઠાણ સમાજના પ્રમુખ કાસમભાઈ બાઝ, પટણી સમાજ ના આગેવાન હારુન ભાઈ ડાબલા, ટ્રાન્સપોર્ટ ઉધોગ સાથે જોડાયેલા જાફરભાઈ જાગા, વિગેરે સહીત તમામ મુખ્ય આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

આ બેઠકમાં પસમાંદા મુસ્લીમ સમાજ ઉત્થાન સમિતિ સંઘના ગીર સોમનાથ જીલ્લા પ્રમુખ તરીકે ઇસ્માઇલ હુસેનભાઈ મલંગ (યુસુફ પાકીઝા), જીલ્લા મહામંત્રી તરીકે હસનભાઈ ભાદરકા, જીલ્લા ઉપ પ્રમુખ તરીકે સોયબભાઇ મોઠીયા ને નિમણુંકો જાહેર કરી નિમણુંક પત્રો આપવામાં આવ્યા હતા. મીટીંગનું સંચાલન સુલેમાન ચાંદ કરેલ. સુલેમાન ચાંદ એ પસમાંદા મુસ્લીમ સમાજની વ્યાખ્યા સમજાવી હતી અને આ સમાજમાં કોણ કોણ આવે એની વિસ્તૃત સમજ આપી હતી. રિટાયાર્ડ સુપ્રિડેન્ટ કસ્ટમ ઓફિસર કાદરી બાપુ વકતવ્યમાં શિક્ષણ ઉપર ભાર મુકી મુસ્લીમ સમાજને શિક્ષિત બનો, સંગઠીત બનોનું સુત્ર આપ્યું હતું અને શાસક પક્ષમાં રહી સમાજનો વિકાસ કરવા સુચન કર્યું હતું. પ્રદેશ અધ્યક્ષ સુલેમાનભાઈ ગઢીયા એ પસમાંદા મુસ્લીમ સમાજ ઉત્થાન સમિતિ સંઘનું મહત્વ સમજાવી

તેના કાર્યો વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. રાષ્ટ્રીય મુખ્ય સંરક્ષક ઈરફાન અહેમદ પોતાના અધ્યક્ષીય ઉદ્દબોધનમાં મુસ્લીમ સમાજના ઈતિહાસ, મુસ્લીમ સમાજના પ્રશ્નો, પ્રગતિ અને રાજકીય સ્થિતિ વિશે છણાવટ કરી હતી. ઈસ્લામનું મહત્વ સમજાવી, રાજકારણને ધર્મથી અલગ રાખવા સુચન કર્યું હતું. મુસ્લીમોની હાલની સ્થિતિ માટે કોંગ્રેસને જવાબદાર ગણી મુસ્લીમોને રાષ્ટ્રીય પ્રવાહમાં જોડાવા હાકલ કરી હતી. દેશના વડા પ્રધાન આદરણીય મોદી એ પસમાંદા મુસ્લીમ સમાજ એટલે કે અતિ પછાત મુસ્લીમ સમાજની ચિંતા કરી છે. તેઓના સુચનથી આ સમિતિનું ગઠન થયું છે. આ સમિતિનું કામ પછાત મુસ્લીમ સમાજનું ઉત્થાન કરવાનું છે તેથી આ સમિતિમાં નિયુકત થયેલા આગેવાનો મુસ્લીમ સમાજની ચિંતા કરે એવા સુચન સાથે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. સામાજિક કાર્યકર બસિરભાઈ ગોહેલ એ આભાર વિધિ કરી હતી. આગામી સમયમાં ગીર સોમનાથ જિલ્લા ખાતે પસમાંદા મુસ્લીમ સમાજનું મહાસંમેલન બોલાવવાનું નક્કી થયેલ હતું.


Advertisement
Advertisement
Advertisement