વેરાવળ,તા.1 : વેરાવળ પોલીસ દ્રારા એમ.વી.એકટ કલમ - 207 ની જોગવાઇ હેઠળ ડીટેઇન કરેલ 169 વાહનોની જાહેર હરાજી કરવામાં આવેલ હતી.ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા એમ.વી.એકટ કલમ - 207 ની જોગવાઇ હેઠળ ડીટેઇન કરેલ વાહનોનો કાયદાકિય રીતે સત્વરે નિકાલ કરવા સુચના કરાયેલ થઇ
જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર ના માર્ગદર્શન હેઠળ સીટી પોલીસ ઇન્સ્પેકટર એસ.એમ. ઇશરાણી ની સુચના હેઠળ પોલીસ દ્વારા ટ્રાફીક નિયમન કામગીરી દરમ્યાન એમ.વી.એકટ કલમ-207 ની જોગવાઇ હેઠળ ડીટેઇન કરેલ વાહનોનો નિકાલ કરવાનો હોય જેમાં 169 જેટલા વાહનોમાં મોટર સાયકલો-157, ઓટો રિક્ષા-10, ટાટા મેજીક-2 નો સમાવેશ થાય છે.
જેની ડીપોઝિટ વેપારી મિત્રો પાસે ભરાવેલ હતી આ હરરાજી એમ.ટી. ગ્રાઉન્ડ ખાતે પોલીસ ઇન્સ્પેકટર એસ.એમ.ઇશરાણી ની અધ્યક્ષતામાં પો.સબ.ઇન્સ. એ.સી. સિંધવ, મામલતદાર જે.એન.શાબંડા, એ.આર.ટી. ના અધિકારી જે.એ.ટાંક સહીતનાની હાજરીમાં જાહેર કરવામાં આવેલ અને આ હરાજીમાં આશરે 300 જેટલા વેપારી મિત્રોએ ભાગ લીધેલ હતો. અને એ.આર.ટી. ઓ ગીર સોમનાથના દ્વારા આ વાહનોની બેઝ કિંમત રૂા.5,52,700/- જેટલી નક્કી કરવામાં આવેલ હતી. અને આ કુલ 169 વાહનો હરાજી દરમ્યાન આશરે કિંમત રૂા.7,72,000/-માં વેચાણ થયેલ