સોમનાથ-હરીદ્વાર વાયા ચિતલને જોડતી ટ્રેન સુવિધા શરૂ કરવા માંગણી ઉઠી

01 February 2023 01:40 PM
Veraval
  • સોમનાથ-હરીદ્વાર વાયા ચિતલને જોડતી ટ્રેન સુવિધા શરૂ કરવા માંગણી ઉઠી

અમરેલી, તા. 1 : અમરેલીથી માત્ર 16 કિ.મી. દૂર ચિતલ ખાતેથી બ્રોડગેજ રેલ્વે લાઈન પસાર થાય છે. જે જેતલસર સુધી નવી બનાવવામાં આવી છે અને જેતલસર-જુનાગઢ થઈને સોમનાથ સુધી બ્રોડગેજ લાઈન સાથે કનેકટ હોવાથી જો સોમનાથ- જેતલસર-ચિતલ-અમદાવાદ-નવી દિલ્હી થઈને હરિદ્વાર સુધી લાંબા અંતરની અઠવાડીક એક ટ્રેન શરૂ થાય

તો જિલ્લાનાં શ્રધ્ધાળુઓને બન્ને તીર્થધામ જવામાં અનુકુળતા રહે તેમ છે. અમરેલી જિલ્લાનાં તમામ સામાજિક, વ્યાપારીક અને ધાર્મિક સંગઠનો આ બાબતે વર્તમાન કેન્દ્ર સરકાર સમક્ષ માંગ કરે તો જિલ્લા મથક અમરેલીને ચિતલ રેલ્વે સ્ટેશન ખાતેથી આ ટ્રેનનો લાભ મળી શકે તેમ છે. વર્ષોથી અન્યાય સહન કર્યો હવે જિલ્લાની જનતા જાગૃત અને એક બનીને રજૂઆત કરે તો અમરેલીને રાજય અને દેશનાં પાટનગર સાથે જોડાવવા ઉપરાંત હરિદ્વાર જેવા પવિત્ર તીર્થધામ સાથે જોડાવવાની તક મળી શકે તેમ છે.


Advertisement
Advertisement
Advertisement