રાજુલાના પિપાવાવ પોર્ટ કંપનીના એરીયામાંથી કેબલ વાયરની ચોરી કરનાર ત્રણ ઝડપાયા

01 February 2023 01:43 PM
Amreli
  • રાજુલાના પિપાવાવ પોર્ટ કંપનીના એરીયામાંથી કેબલ વાયરની ચોરી કરનાર ત્રણ ઝડપાયા

મરીન પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લઈ મુદ્દામાલ કબ્જે કર્યો

(મિલાપ રૂપારેલ દ્વારા) અમરેલી,તા.1 : પિપાવાવ પોર્ટ રીલાયન્સનેવલ એન્ડ એન્જીન્યરીંગ લીમીટેડ કંપનીની રીંગમાંથી કેબલ ચોરી કરનાર ઇસમોને ચોરી કરેલ મુદામાલ સાથે ગણતરીની કલાકોમાં પકડી પાડી ચોરીનો ગુન્હો પિપાવાવ મરીન પોલીસે ડીટેકટ કરેલ છે. આ બનાવની વિગત એવા પ્રકારની છે કે, રીલાયન્સ નેવલ એન્જીન્યરીંગ લીમીટેડ કંપનીની ખુલ્લી જગ્યામાં પડેલ રીંગમાંથી કેબલ 240 એમ.એમ. સ્કવેરનો આશરે 25 મીટરની કિ.રૂા.50,000/- તથા 95 એમ.એમ. સ્કવેરનો કેબલ

આશરે 24 મીટરની કિ.રૂા. 18,000/- મળી કુલ કિ.રૂા. 68,000/- ના કેબલ વાયરની કોઇઅજાણ્યા ચોર ઇસમે ચોરી કરી લઇ જઈ ગુન્હો કરેલ હોય જે અંગે મીલનકુમાર ધીરજલાલ ત્રિવેદીએ ફરિયાદ આપતા, પિપાવાવ મરીન પો.સ્ટે. ગુન્હો અજાણ્યા ચોર ઇસમ વિરૂધ્ધ નોંધાયેલ. પિપાવાવ મરીન પોલીસ સ્ટેશનનાં પો.સબ ઇન્સ. ડી.બી. મજીઠીયા તથા પોલીસ સ્ટાફ દ્વારા ચોકકસ બાતમી આધારે પિપાવાવ ફોર-વે ચોકડી પાસેથી એક શંકાસ્પદ ફોરવ્હીલ કારમાં ચોરીમાં ગયેલ કેબલ વાયર સાથે સંકેતભાઈ મહેશભાઈ કાણકીયા (રહે. મહુવા), ભોળાભાઇ ઉન્નડભાઇ વાઘ રહે.

(રામપરા-2), તથા જગદીશભાઈ હરસુરભાઇ રામ (રહે.ભેરાઇ) નામના ત્રણ ઇસમોને લાલ, પીળા, વાદળી તથા કાળા કલરના રબ્બરના પડવાળો કાપેલ કટકા જે તાંબાનો કેબલ 240 એમ.એમ. સ્કવેરનો આશરે 25 મીટર જેટલો જેની કિ.રૂા.50,000, તેમજ લાલ, પીળા, વાદળી, કાળા કલરનો આટીવાળો પાતળા રબ્બરના પડવાળો કેબલ 95 એમ.એમ. સ્કવેરનો આશરે 24 મીટર જેની કિ.રૂા. 18,000, એક સફેદ કલરની આરમોડા ફોરવ્હીલ નં. જી.જે.04-2056 કિ.રૂા. 90,000 ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.


Advertisement
Advertisement
Advertisement