(મિલાપ રૂપારેલ) અમરેલી, તા. 1 : અમરેલી તાલુકાના જાળીયા ગામે કમીગઢ રોડ ઉપર મફત પ્લોટમાં રહેતી હિરલબેન કિશોરભાઈ મકવાણા નામની ર4 વર્ષીય યુવતીની સગાઈ બે દિવસ પહેલા જ સણોસરા ગામે કરેલ હતી. પરંતુ તેણીને આ સગાઈ પસંદ ન હોવાના કારણે પોતે પોતાની મેળે પોતાના ઘરે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લેતાં તેણીનુંમોત નિપજયાનું અમરેલી તાલુકા પોલીસમાં જાહેર થવા પામેલ છે.
વીજ ટ્રાન્સફોર્મરની ચોરી
અમરેલી તાલુકાનાં ફતેપુર ગામે એક વાડીમાં ખેતીની જમીનમાં વીજ ટ્રાન્સફોર્મર લગાવેલ હોય. ત્યારે ગત તા.29નાં રોજ કોઈ અજાણ્યો ચોર ઈસમ વાડીમાં વીજપોલ ઉપર ફીટ કરેલ રૂા. 37 હજારની કિંમતનું વીજ ટ્રાન્સફોર્મર ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પીજીવીસીએલનાં નાયબ ઈજનેર મુકેશભાઈ પરમારે અમરેલી તાલુકા પોલીસમાં નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જુગાર
બગસરા ગામે રહેતા ફિરોજભાઈ રહીમભાઈ ચોપડા સહિત 6 ઈસમો બગસરા શહેરમાં જાહેરમાં પૈસાની હારજીતનો તીનપતીનો જુગારરમતાં હોય, આ અંગે બગસરા પોલીસને બાતમી મળતાં દરોડો પાડી આ તમામ 6 ઈસમોને રોકડ રકમ રૂા.15070ની મતા સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માતે ઇજાથી મોત
રાજુલાના પીપાવાવ પોર્ટમાં ગોડાઉનમાં શટર કામ કરતા વિજય બાલુભાઇ પરમાર (ઉ.વ.42) રહે. ઉના, માથે લોખંડની રાકટીંગ સ્પ્રીંગ માથે પડતા ઇજા થતા પીપાવાવ હોસ્પિટલ બાદ ઉના અને ત્યારબાદ રાજકોટ ખાનગી દવાખાને ખસેડાતા સારવારમાં તેનું મોત થતા પીપાવાવ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.