(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.1
લીંબડી નાયબ કલેકટર સહિતની ટીમે વર્ષ 2016માં રાત્રી ચેકીંગમાં ટોકરાળાના પાટીયા પાસે એક રેતી ભરેલ ડમ્પર સીઝ કર્યુ હતુ. બાદમાં પોલીસની દેખરેખ નીચે રહેલ ડમ્પર મોડી રાત્રે 4 શખ્સો આવી બળજબરીપુર્વક લઈ ગયા હતા. આ અંગેનો કેસ તાજેતરમાં લીંબડી કોર્ટમાં ચાલી જતા ચારેયને 3 વર્ષની સાદી કેદની સજા અને રૂ. 5 હજારનો દંડ ફટકાર્યો છે.
જિલ્લામાં ગત તા. 21-2- 16ના રોજ લીંબડી નાયબ કલેકટર અરોરા. મામલતદાર નાયબ પીએસઆઈ વાય.એમ.ગોહીલ સહીતનાઓ રાતના સમયે લીંબડી વી.એસ.ઝીડ, હાઈવે પર ચેકીંગ કરી રહ્યા હતા. જેમાં ટોકરાળાના પાટીયા પાસે એક રેતી ભરેલા ડમ્પરને અટકાવતા ચાલક ડમ્પર મુકી નાસી ગયો હતો.
આથી આ ડમ્પર સીઝ કરી તેની દેખરેખ માટે પોલીસ સ્ટાફને મુકાયો હતો. ત્યારે મોડી રાતના સમયે સાયલા તાલુકાના મોરસલના ગભરૂ હાજાભાઈ ભાંગરા, સુદામડાના ગભરૂ કાનાભાઈ કલોતરા, લાખા ભીમશીભાઈ કલોતરા અને રામ જીવાભાઈ ધીવડ કારમાં ધસી આવ્યા હતા. અને આ મારૂ ડમ્પર છે, તમે શું કામ રોકેલ છે? તેમ કહી તેમાંનો એક શખ્સ ડમ્પર હંકારી છગનભાઈ ચાવડાએ પાણશીણા પોલીસ મથકે ચારેય શખ્સો સામે ઈસ્યુ કર્યા છે. રૂ. 15 લાખનું ડમ્પર અને તેમાં રહેલ 12થી 15 ટન રેતી કિંમત રૂ. 37,500 સહિત રૂ. 15,37,500ની લૂંટની ફરીયાદ નોંધાવી હતી.
આ અંગેનો કેસ તાજેતરમાં લીંબડી એડીશનલ જયુડીશીયલ કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં સરકારી વકીલ એસ. ડી. મેવાડાની દલીલો. 17 મૌખીક અને 8 દસ્તાવેજી પુરાવાના આધારે જજ વિકાસ સીયોલે ચારેય આરોપીઓને તકસીરવાન ઠેરવી 3 વર્ષની સાદી કેદની સજા અને રૂ. 5 હજારનો દંડ ફટકાર્યો છે. જો તેઓ દંડ ન ભરે તો વધુ 6 માસની સજા પણ હુકમમાં જણાવાયુ છે. જતો રહ્યો હતો. બનાવની અશોકકોર્ટે આરોપીઓની ગેરહાજરીમાં ચુકાદો આપી તેઓના, વોરંટીસ્યુ કરી અને ધરપકડ કરવાની સૂચનાઓ આપી હતી