► રેલવે માટે 100 યોજનાઓ: 75000 કરોડ ખર્ચાશે
નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકારે અલગ રેલ્વે બજેટની પરંપરા ખત્મ કરીને કેન્દ્રીય બજેટમાં જ રેલવેની યોજનાઓને તથા વિસ્તૃતીકરણ- આધુનિકરણ માટે ફાળવણી તથા યોજનાઓને જાહેરાત કરવાના ભાગરૂપે આજે નાણામંત્રી નિર્મલા સીતારામને રેલવે માટે રૂા.2.40 લાખ કરોડના બજેટ ટેકાની જાહેરાત કરી છે.
નાણામંત્રી સિતારામને જણાવ્યું કે, 2014માં જયારે અમારી સરકાર સતામાં આવી તે પછીનો આ નવગણો વધારો રેલવેને બજેટ ટેકા માટે આપવામાં આવ્યો છે અને તેમાં રેલવેની 100 જેટલી યોજનાઓ માટે આ ભંડોળનો ઉપયોગ કરવામાં આવશે. જેના માટે રૂા.75000 કરોડનું ખાસ ભંડોળ પણ આ સાથે જોડાયું છે અને ભારતીય રેલ હવે આગામી સમયમાં વૈશ્વિક રેલવે નેટવર્કમાં શ્રેષ્ઠ થઈ જશે તે નિશ્ચિત છે.