મહિલા સન્માન બચતપત્ર યોજના જાહેર: રૂા.2 લાખ સુધીનું રોકાણ કરમુક્ત: 7.5% વ્યાજ

01 February 2023 02:45 PM
Budget 2023 India Woman
  • મહિલા સન્માન બચતપત્ર યોજના જાહેર: રૂા.2 લાખ સુધીનું રોકાણ કરમુક્ત: 7.5% વ્યાજ

નવી દિલ્હી: નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને આજે તેમના બજેટમાં મહિલાઓ માટે આગામી 2 વર્ષ માટે ખાસ બચત યોજનાની જાહેરાત કરી છે. આ મહિલા સન્માન બચત યોજનામાં કોઈ પણ મહિલા રૂા.2 લાખ સુધીનું રોકાણ કરી શકશે.

જે કરમુક્ત હશે અને તેના પર 7.5% વ્યાજ મળશે અને આ યોજના 2025 સુધી ચાલશે. મહિલાઓમાં બચતની ટેવ પડે તે માટે આ યોજના જાહેર કરવામાં આવી છે.
જેના નિયમો અને અન્ય બાબતો હવે જાહેર કરવામાં આવશે.

મિલેટસને નવું નામ ‘અન્નશ્રી’
નાણામંત્રી નિર્મલા સીતારામને આજે તેમના બજેટ પ્રવચનમાં આ વર્ષે મિલેટસ જાડા ધાન્યનું વર્ષ હોવાનો ઉલ્લેખ કરતા કહ્યું કે જાડા ધાન્યના ઉત્પાદનને વેગ અપાશે તેવી જાહેરાત કરતા જાડા ધાન્યને ‘અન્ન-શ્રી’ એ નવું નામ આપીને તેનાથી જ મિલેટસને સંબોધન કર્યુ હતું.

શું સસ્તું થશે
- એલઈડી ટીવી
- કપડાં
- મોબાઈલ ફોન
- રમકડાં
- મોબાઈલ કેમેરા લેન્સ
- ઈલેક્ટ્રિક વાહનો
- હિરાજડિત ઘરેણા
- બાયોગેસ સાથે જોડાયેલી વસ્તુઓ
- લિથિયમ સેલ્સ
- સાયકલ

શું મોંઘું થશે
- સિગરેટ
- દારૂ
- છત્રી
- વિદેશી કિચન ચીમની
- સોનું
- ચાંદીના ઘરેણા-વાસણ
- પ્લેટિનમ
- એક્સ-રે મશીન
- ડાયમંડ

મફત અનાજની યોજના 1 વર્ષ લંબાવાઈ
નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને આજે બજેટ પ્રવચનમાં કોરોનાકાળમાં સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ દેશના 80 કરોડ લોકોને સતત મફત અનાજ આપ્યું છે અને હવે તા.1 જાન્યુ.થી આ યોજના એક વર્ષ લંબાવી છે જેમાં અંત્યોદય યોજના અને અન્ય લાભાર્થીઓને 2023નું પુરૂ વર્ષ નિશુલ્ક અનાજની યોજના ચાલુ રહેશે તેવી જાહેરાત કરી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement