UnionBudget2023 : વ્યાપાર-ઉદ્યોગ માટે ‘પાન’ હવે આઈડી

01 February 2023 02:49 PM
Business India
  • UnionBudget2023 : વ્યાપાર-ઉદ્યોગ માટે ‘પાન’ હવે આઈડી

♦ કેવાયસી પ્રક્રિયા સરળ બનાવવા નાણામંત્રીની જાહેરાત

♦ ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસમાં આગેકદમ: ડિજી લોકર માટે આધારકાર્ડ જ જરૂરી

નવી દિલ્હી: દેશમાં ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસની પ્રક્રિયામાં આગળ વધતા મોદી સરકારે હવે વ્યાપાર-ઉદ્યોગની આમ આદમી માટે કેવાયસી (નો-યોર-કસ્ટમર્સ) યોજનાને સરળ કરવાની જાહેરાત કરી છે.

જેમાં હવે વિડીયો કોલીંગથી પણ કેવાયસી માન્ય રહેશે. નાણામંત્રીએ જાહેર કર્યુ કે વ્યાપાર-ઉદ્યોગ માટે મલ્ટીપલ- ઓળખપત્રના બદલે હવે પરમેનન્ટ એકાઉન્ટ નંબર (પાન)ને વ્યાપાર ઉદ્યોગના આઈડી તરીકે માન્ય રખાશે. જે સરકાર તથા અન્ય તમામ સ્થળોએ માન્ય રહેશે.

આજ રીતે દેશમાં ડી.જી. લોકર- ડીજીટલ લોકરનો વ્યાપ વધારશે. જે વ્યક્તિગત ધોરણે હશે અને વધુને વધુ દસ્તાવેજો ડીજી લોકરમાં સમાવાશે જેથી પેપર- એડીશનની જરૂર રહેશે નહી અને આધારકાર્ડ એ ડીજી લોકર માટે માન્ય ગણાશે.


Related News

Advertisement
Advertisement
Advertisement