જામનગર તા.1:
જામનગર શહેરના સુભાષપાર્ક મેઈન રોડ પર આવેલ જલારામ ભંડાર નામની દુકાન બહાર રાખેલ એક લાખ ઉપરાંતની રકમ ભરેલા પર્સની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાય છે. વેપારીએ દુકાનનું શટર બંધ કરવા માટે રૂપિયા ભરેલ પર્સ ટીંગાળ્યું હતું. જે ભૂલી જતા અજાણ્યો ચોર આ પર્સ સેરવી જતા અંતે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
જામનગરમાં ચોરીની વધુ એક ફરિયાદ નોંધાય છે.
જેમાં શહેરના રણજીતસાગર રોડ પર આવેલ સુભાષ પાર્ક મેઇન રોડ પર જલારામ વાસ્તુ ભંડાર નામની કરીયાણાની દુકાનમાં થયેલ ચોરી મામલે પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર વેપારી જીગ્નેશભાઈ ભુપેન્દ્રભાઈ કોટેચા જલારામ વાસ્તુ ભંડારમાંથી થયેલ વકરાનો પર્સ લઈ દુકાન બંધ કરી રહ્યા હતા. આ વેળાએ દુકાન બંધ કરવા માટે 1.7 લાખની રકમ ભરેલ પર્સ દુકાનના હુકમાં ટીંગાડી દુકાન બંધ કરી હતી.
બાદમાં પર્સ લેવાનું ભૂલી ગયા હતા જે અંગેની જાણ થતા વેપારી પરત પર્સ લેવા આવ્યા હતા. જોકે આટલા સમયગાળા દરમિયાન પર્સને કોઈ અજાણ્યો ચોર સેરવી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જેને પગલે પોલીસે સીસીટીવી તપાસવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.