જામનગર તા.1:
જામનગર શહેરમા ઠંડીનું સામ્રાજ્ય છવાયું છે. આજે પણ ઠંડીનો ધ્રુજારો અનુભવાયો છે, . સાથો સાથ પવનની તીવ્રતામાં પણ વધારો થયો હોવાથી શહેરીજનો અને પશુ પક્ષીઓ થરથર કાપ્યા છે.
જામનગર શહેરમાં ઠંડીનો પારો ફરીથી નીચે સરક્યો છે, અને ત્રણ દિવસથી કાતિલ ઠંડી પડી રહી છે. આજે સવારે પણ ઠંડીનો પારો 14.5 ડિગ્રી આસપાસ સ્થિર થયો છે.તે ઉપરાંત વહેલી સવારે ભેજનું પ્રમાણ 68 ટકા નોંધાયું છે. આમ ભેજમાં છેલ્લા 24 કલાકમાં 29 ટકાનો ધટાડો થયો છે. સાથો સાથ પવનની તીવ્રતા માં પણ વધારો થયો છે, અને પ્રતિ કલાકના 10 કિ. મી. ની ઝડપે પવન ફૂંકાયો છે. જેથી ઠંડીની ધ્રુજારી અનુભવાઇ છે.
જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર આજે સવારે 8.00 વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન 14.5 ડિગ્રી સેન્ટિગ્રેડ, જ્યારે મહત્તમ તાપમાન 27 ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 68 ટકા રહ્યું હતું, જયારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 10 કી.મી. ની ઝડપે રહી હતી.