જામનગર તા.1: જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્રારા વર્ષ 2022-23નું બજેટ ગત વર્ષે જનરલ બોર્ડમાં રજૂ કરવામાં આવ્યું હતું જેમાં જામનગર શહેરમાં જુદા જુદા વિકાસના કામો અંગેના અનેક સપના બતાવવામાં આવ્યા હતા જે સપનાઓ પૂર્ણ નહીં થયા હોવાની બુદ્ધિજીવીઓમાં ચર્ચા થઈ રહી છે./
જેમાં મુખ્યત્વે ખાસ નવું જનરલ બોર્ડનું બિલ્ડીંગ જેનો સમાવેશ 15માં નાણાપંચની ગ્રાન્ટને આધારે નવું બિલ્ડીંગ બનાવવાનું કામ ટૂંક સમયમાં શરૂ થશે પરંતુ ખાતમુહૂર્ત પણ થયેલ નથી આ જ રીતે જોઈએ તો માલખાકીય સુવિધા ની વાત કરીએ તો સમર્પણ સર્કલ થી વિજયનગર જકાતનાકા તરફ સૈનિકભવન પાસેના ફાટક ઉપર ઓવરબ્રિજનું કામ કરવા માટે રૂપિયા 39.8 કરોડના ખર્ચની જોગવાઈ કરવામાં આવી હતી પરંતુ કામ પણ શરૂ થયેલ નથી તે જ રીતે વિજયનગર જકાતનાકાશી નાધેડી બાયપાસ તરફ જવાના રોડ રેલવે ફાટક ઉપર અન્ડરવીજ માટે રૂપિયા 19.60 કરોડનું ખર્ચે બનાવવાનું આયોજન કરેલ હતું આ ઉપરાંત લાલપુર બાયપાસ ચોકડી ઉપર ટ્રાફિક સમસ્યા અને અકસ્માત નિવારણ માટે રૂપિયા 65 કરોડના ખર્ચે બનાવવાનું આયોજન કરેલ હતું પરંતુ આ કામ પણ હજી શરૂ થયેલ નથી.
જામનગર શહેરમાં અલગ અલગ બોર્ડ અને વિસ્તારમાં કુલ સાત નવા કોમ્યુનિટી હોલ અને જુના કોમ્યુનિટી હોલ જે જર્જરી છે તે રૂપિયા 75 લાખના ખર્ચે બનાવવાનું આયોજન કર્યું હતું તે કામ પણ થયેલ શરૂ થયેલ નથી. રણજીતસાગર ડેમ પાસે એનિમલ સેન્ટર હોમ ₹1 કરોડને ખર્ચે બનાવવાનું આયોજન હતું એ પણ કામ થયેલ નથી. રૂ બે કરોડના ખર્ચે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર બનાવવાનું આયોજન હતું તે પણ શરૂ ન થયા જાણવા મળે છે જામનગર મહાનગરપાલિકા દ્વારા અગાઉના પણ અંદાજપત્રોમાં સૂચવેલા ફાયર સ્ટેશન તેમજ એનિમલ હોસ્ટેલ ,નવું સ્મશાન ,નોલેજ પાર્ક, ટાગોર કલ્ચર કોમ્પલેક્ષ ,સ્પોર્ટ કોમ્પ્લેક્સ સૂચિત ડીપીઆર બનાવવા માટે ની બજેટમાં સૂચિત કરેલ હતા પરંતુ એક પણ કામ શરૂ થયા નથી.
જે નળ કનેક્શન નો સર્વે કરવામાં આવેલો તેમાં 21490 ભૂતિયા કનેક્શન બતાવવામાં આવેલ હતા જે રેગ્યુલર જ કરવાથી ₹3.28 કરોડની આવક પ્રાપ્ત થશે તેવું બજેટમાં બતાવવામાં આવ્યું હતું પરંતુ તેમાં કેટલી સફળતા મળી છે તે અંગે પણ વિચારવા જેવી બાબત છે જામનગર મહાનગરપાલિકા દ્વારા જે 2022 23 નું અંદાજપત્ર બતાવેલ અને તેમાં સૂચવેલા વિકાસના કામો માંથી મહત્વ આમાં પૂર્ણ નથી થયા.