જામનગર તા.1: જામનગરમાં સૌરાષ્ટ્રનો એકમાત્ર ગરમ પાણીનો સ્વિમિંગ પુલ ક્રીકેટ બંગલા ગ્રાઉન્ડમાં કાર્યરત થયો છે. સ્પોર્ટસ ઓથીરીટી ઓફ ગુજરાત દ્વારા રૂ.6 કરોડના ખર્ચે ઓલ સીઝન ઇન્ડોર સ્વીમીંગ પુલ બે વર્ષના અંતે તૈયાર થયો છે. સ્વીમીંગ માટે ભાઇઓ અને બહેનોના અલગ-અલગ બેચની સુવિધા છે. સ્વીમીંગ પુલની સાથે જુડો, ટેબલ ટેનીસ અને બાસ્કેટ બોલ રમતની પણ સુવિધા ઉપલબ્ધ છે.
જામનગરમાં ક્રિકેટ બંગલા ગ્રાઉન્ડના પ્રવેશદ્વાર પાસે સ્પોર્ટસ ઓથીરીટી ઓફ ગુજરાત દ્વારા ઓલ સીઝન ઇન્ડોર સ્વિમિંગ પુલ બનાવામાં આવ્યો છે. રૂ.6 કરોડના ખર્ચે બે વર્ષના અંતે તૈયાર થયેલો સ્વીમીંગ પુલ વર્ષ-2022 માં જુન-જુલાઇ મહિનામાં ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આધુનિક સુવિધા સાથે શરૂ થયેલો આ સ્વિમિંગ પુલ તા.1 થી 15 જાન્યુઆરી સુધી મરામત કામગીરી માટે બંધ રાખવામાં આવ્યો હતો.
ત્યારબાદ સ્વિમિંગ પુલમાં નવું પાણી ભરી શરૂ કરાયો છે. શિયાળાની સીઝનમાં પુલમાં ગરમ પાણીની સુવિધા સાથે પુલ શરૂ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રમાં ગરમ પાણીની સુવિધા સાથેનો જામનગરનો આ એકમાત્ર સ્વીમીંગ પુલ છે. આમ છતાં જામનગરમાં જૂજ ભાઇઓ અને બહેનો સ્વીમીંગ પુલનો લાભ લઇ રહ્યા છે. આધુનિક સુવિધા સાથેના સ્વીમીંગ પુલમાં જુડો, ટેબલ ટેનીસ અને બાસ્કેટ બોલની સુવિધા પણ ઉપલબ્ધ છે. વળી, સ્વીમીંગ પુલમાં ભાઇઓ અને બહેનોના બેચનો સમય અલગ-અલગ રાખવામાં આવ્યો છે.
જામનગરના ક્રિકેટ બંગલા ગ્રાઉન્ડમાં કાર્યરત આધુનિક સુવિધા સાથેના ઓલ સીઝન ઇન્ડોર સ્વીમીંગ પુલમાં હીટર મશીનથી પાણી ગરમ થાય છે. 42 એમ્પીયરવાળું હીટર મશીન 36 થી 48 કલાક ચાલુ રહેતા પાણી 28 થી 30 ડિગ્રી ગરમ થાય છે. આથી ગરમ પાણીમાં સ્વીમીંગ કરી શકાય છે.
જામનગરમાં ઓઇ સીઝન ઇન્ડોર સ્વીમીંગ પુલમાં ભાઇઓના 5 બેચ અને બહેનોના 2 બેચ રાખવામાં આવ્યા છે. ભાઇઓના બેચનો સમય સવારે 6 થી 7, 7.30 થી 8.30, 9 થી10, બપોરે 3 થી 4, સાંજે 4.30 થી 5.30, બહેનોના બેચનો સમય સવારે 10.30 થી 11.30 અને સાંજે 6 થી 7 રાખવામાં આવ્યો છે.