જામનગર તા.1:
જામનગર મહાનગરપાલિકાની જુદી જુદી શાખામાં ફરજ બજાવતા કર્મચારીઓ વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા હોય તેમનું જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડીના અધ્યક્ષ સ્થાને કોન્ફરન્સ હોલ ખાતે વિદાયમાન સમારોહ યોજાયો હતો.
જામનગર મહાનગરપાલિકાની જુદી જુદી શાખાઓમાં ફરજ બજાવતા અધિકારીઓ કર્મચારીઓ વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા હોય તેઓને કમિશનરના અધ્યક્ષ સ્થાને સાલ ઓઢાળી મોમેન્ટો આપી વિદાયમાં આપવામાં આવ્યું હતું.
જેમાં જામનગર મહાનગરપાલિકાની ભૂગર્ભ ગટર શાખામાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા જયેશ જે કાનાણી ફૂડ શાખામાં ફૂડ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા પી.એસ. ઓડેદરા, ફાયર શાખામાં ઓપરેટર તરીકે ફરજ બજાવતા અવિનાશ ખેર, લેબર શાખાના યુનુસ અબુભાઈ, બજાર શાખાના ગોવિંદભાઈ લાખુ, આંગણવાડીના તેડાગર હુલ્લાસબા રાઠોડ, વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા હોય તેઓને મનપાના કમિશનર વિજયકુમાર ખરાડીના હસ્તે સાલ ઓઢાડી સન્માન પત્ર આપી વિદાયમાન આપવામાં આવ્યું હતું , આ વિદાયમાન કાર્યક્રમમાં જામનગર મહાનગરપાલિકાની તમામ શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.