જામનગર તા.1:
જામનગરમાં ગેરકાયદેસર બાંધકામ અંગે અનેક ફરિયાદો ઉઠી રહી છે. આવી સ્થિતિ વચ્ચે કનસુમરા ગામે મકાન અને વખારને તોડી પાડી આડેધડ દબાણ ખડકી દેનાર સામે ફરિયાદ નોંધાય છે. કનસુમરા ગામના આરોપી જમીનમાં ગેરકાયદે કબજો કરતા પોલીસે લેન્ડ ગ્રેબિંગ તળે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે જામનગર તાલુકાના કનસુમરા ગામે આવેલ ફરિયાદી જૈન વૃદ્ધ ન્યાલચંદ વીરપાળ શાહ (ચંદરીયા)ની જમીનને હડપ કરી જવાના ઇરાદે કનસુમરા ગામના જ આરોપી રીઝવાન નુરાભાઈ ઉર્ફે નૂરમામદ ખીરા નામના 25 વર્ષીય શખ્સે ફરિયાદીના રહેણાંક મકાન તથા વખારને ગેરકાયદે કબજે કરી લીધો હતો. તેના જુના બાંધકામને તોડી અને નવું બાંધકામ ઊભું કરી દીધું હતું.
આ ઉપરાંત બીજા મકાનના તાળા તોડી અને તેમાં પણ કબજો કરી લીધો હતો. ત્યારબાદ આ મામલે ફરિયાદીએ જિલ્લા કલેકટર જામનગરને સંબંધી અરજી કરી હતી. બાદમાં લેન્ડગ્રેબીગ સમિતિએ અરજી તપાસ કરી પુરાવા એકત્રિત કરી જિલ્લા કલેકટર હુકમને પગલે એસપીએ ફરિયાદ દાખલ કરાવવા અને અને આરોપી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાયદેસર કાર્યવાહી કરવા આદેશ કર્યો છે.