જામનગર તા.1:
જામનગર સહિત સાત જિલ્લાઓમાં લૂંટ અને ચોરી સહિતના કૃત્યને અંજામ આપતી ટોળકીના ચાર શખ્સો સામે ગેંગ કેસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે એલસીબીએ ઇ- ગુજકોપમાં ગુનાહિત ઇતિહાસ અંગે સર્ચ કરીને ગુન્હો નોંધ્યા બાદ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
જામનગર એલસીબીએ ગુજકોપમાં આરોપીઓના ગુનાહિત ઈતિહાસ અંગે સર્ચ હાથ ધર્યુ હતું, જેમાં બહાર આવ્યું કે જામનગર જિલ્લા ઉપરાંત દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, અમરેલી,રાજકોટ રૂરલ, રાજકોટ શહેર અને મોરબી- કચ્છ જિલ્લામાં લૂંટ- ઘરફોડ ચોરીઓને અંજામ આપનારા લુંટારા ટોળકીઓના ચાર આરોપી જામનગરમાં વૈશાલી નગરમાં રહે છે, તે આબિદ ઉર્ફે આબલો રસીદ ચંગડા ઉપરાંત જામનગરમાં ધરાનગર વિસ્તારમાં રહેતો અબ્દુલ કાસમ ભાઈ જોખિયા, જામનગરમાં સલીમ બાપુના મદ્રેસા પાસે ધરાર નગર -1 માં રહેતો હુસેન ઉર્ફે હુશનો ચોર અલીમામદ જોખીયા, તેમજ જામનગરના ધરાનગર વિસ્તારમાં રહેતો ઇસ્માલ ઉર્ફે ભૂરો ઈબ્રાહીમ પરાની કે જે ચારેય સભ્યો અનેક ચોરી-લૂંટ સહિતના ગુનાઓને અંજામ આપી ચૂક્યા હોવાથી તમામ સામે ’ગેંગ કેસ’ નોંધવામાં આવ્યો છે.
આરોપીઓએ જામનગર જિલ્લામાં જામનગર શહેર, ધ્રોલ, લાલપુર જામજોધપુર, અને જામનગર ગ્રામ્ય વિસ્તાર કાર્યક્ષેત્ર છે. જ્યારે અમરેલી જિલ્લામાં બોટાદ, ઉપરાંત રાજકોટ શહેર અને રાજકોટ રૂરલના ધોરાજી તેમજ જૂનાગઢ શહેર, દેવભૂમિ દ્વારકા જિલ્લાનું જામ ખંભાળિયા, કચ્છ જિલ્લાનું મુન્દ્રા, મોરબી જિલ્લાનું વાંકાનેર વગેરે સ્થળોએ તરખાટ મચાવ્યો હતો. ચાર આરોપીઓમાથી હુસેન ઉર્ફે હુંશનો ચોર જોખિયા, કે જેની સામે અત્યાર સુધીમાં ચોરી લૂંટફાટ સહિતના 35 થી વધુ ગુન્હા નોંધાયા છે. વધુમાં આરોપી અબ્દુલ જોખિયા સામે 21 ગુના અને અબલો ભડાલા વિરુદ્ધ 10 ગુનાઓ તેમજ ઇસ્માઇલ ઉર્ફે ભૂરો કે જે પણ ત્રણ ગુન્હામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.