નાણામંત્રીનું છેલ્લા પાંચ વર્ષનું સૌથી ટૂંકું ભાષણ: 87 મિનિટમાં આટોપી લેવાયું

01 February 2023 03:31 PM
Budget 2023 India
  • નાણામંત્રીનું છેલ્લા પાંચ વર્ષનું સૌથી ટૂંકું ભાષણ: 87 મિનિટમાં આટોપી લેવાયું

2020માં રેકોર્ડબ્રેક 159 મિનિટ સુધી બજેટ વાંચ્યું’તું જ્યારે આ વખતે 2023માં માત્ર 87 મિનિટ સુધી જ બોલ્યા

નવીદિલ્હી, તા.1 : નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આજે કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં તેઓ શું શું જાહેરાત કરશે તેને લઈને દેશ આખો મીટ માંડીને બેઠો હતો. બીજી બાજુ નાણામંત્રી સળંગ પાંચમી વખત બજેટ રજૂ કર્યું હતું. આ સાથે જ તેમણે પાછલા ચાર વર્ષનું સૌથી ટૂંકું બજેટ ભાષણ આ વખતે આપ્યું હતું.

તેમણે આ વખતનું બજેટ માત્ર 87 મિનિટની અંદર પૂર્ણ કર્યું હતું. નાણામંત્રીએ સૌથી પહેલું બજેટભાષણ 2019માં આપ્યું હતું જે 128 મિનિટનું રહ્યું હતું. આ પછી 2020માં તેમણે 159 મિનિટ સુધી બજેટ ભાષણ આપ્યુંં હતું જે અત્યાર સુધીનો રેકોર્ડ છે. ત્યારબાદ 2021માં તેઓ 100 મિનિટ સુધી બોલ્યા હતા તો 2022માં તેમણે 91 મિનિટની અંદર બજેટ ભાષણ આટોપી લીધું હતું ત્યારે આ વર્ષે તેમાં પણ ચાર મિનિટનો ઘટાડો કરીને તેમણે 87 મિનિટમાં જ પોતાનું બજેટ પૂર્ણ કરી બતાવ્યું હતું જે પાછલા પાંચ વર્ષનું સૌથી ટુંકુ છે.

વિશ્વએ ભારતને ચમકતા સિતારા તરીકે સ્વીકાર્યુ: સીતારામન
નાણામંત્રી નિર્મલા સીતારામને આજે તેમના બજેટ પ્રવચનના પ્રારંભમાં જણાવ્યું કે વિશ્વ એ ભારતને હવે એક ચમકતા સિતારા તરીકે સ્વીકાર્યુ છે. આપણો વિકાસદર ચાલું નાણાકીય વર્ષમાં 7% રહેશે જે વિશ્વના મોટા અર્થતંત્રમાં સૌથી ઉંચો વિકાસ દર હશે. નાણામંત્રીએ યાદ અપાવ્યું કે કોરોના મહામારી અને યુક્રેન યુદ્ધ સહિતના ફેકટર છતાં પણ ભારતનો આ વિકાસ દરથી વિશ્વ અંજાયું છે.

બજેટ 2023: નાણામંત્રીએ ત્રણ લક્ષ્ય નિશ્ચીત કર્યા: કેન્દ્ર ફોકસ કરશે
આજે કેન્દ્રીય બજેટ રજુ કરતા સમયે નાણામંત્રી નિર્મલા સીતારામને તેમની સરકારના ત્રણ બાબતો પર ફોકસ હોવાનું જાહેર કર્યુ હતું. સિતારામને કહ્યું કે આર્થિક એજન્ડા યુવા સહિત દેશના તમામ નાગરિકોને પુરતી તક ઉપલબ્ધ કરાવવી, વિકાસ અને ખાસ કરીને રોજગાર વધારવા માટે મજબૂત પાયો પુરો પાડવા દેશના માઈક્રો અર્થતંત્ર જેને કોરોના સહિતના કામોમાં ખુબ સહન કરવું પડયું છે તેને સ્થિરતા બક્ષવી તે રહેશે.

નાણામંત્રીના પ્રવચન વચ્ચે ‘ભારત જોડો’ નારા ગુંજયા
વિપક્ષી સાંસદોના સૂત્રોચ્ચાર
નવી દિલ્હી તા.1 : 2023-24માં અંદાજપત્ર સત્રમાં આજે વિપક્ષે ભારત જોડોના નારા લગાવ્યા હતા. નાણામંત્રીએ બજેટ રજૂ કરવા સાથે પ્રવચન શરૂ કર્યુ હતું. તેમાં વચ્ચે વિપક્ષી સાંસદોએ ભારત જોડોના નારા લગાવી સરકારનું ધ્યાન દોરવા પ્રયાસ કર્યો હતો.

પ્રધાનમંત્રી આવાસ યોજના માટેની ફાળવણી 66% વધી
નાણામંત્રી નિર્મલા સીતારામને આજે સૌના માટે આવાસની યોજનાને વેગ આપવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના માટેની બજેટ ફાળવણી 66% વધારી રૂા.79000 કરોડ કરી છે. જેથી દેશમાં ગરીબો માટેની આવાસ આવશ્યકતાને પુરી કરવામાં આવશે.

એગ્રી ટેક સ્ટાર્ટઅપને પ્રોત્સાહિત કરવા નાણામંત્રીની જાહેરાત
દેશના કૃષિક્ષેત્રને હવે વધુને વધુ ટેકનોલોજી અને આધુનિકતા આધારીત કરવા તથા દેશના કૃષિકારો જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેનો ઉકેલ માટે એગ્રી-ટેક સ્ટાર્ટઅપને પ્રોત્સાહીત કરવા માટે જાહેરાત કરતા જણાવ્યું કે આ એગ્રી ટેક સ્ટાર્ટઅપને નાણાકીય ભંડોળ સહિતનો સપોર્ટ પુરો પાડવામાં આવશે અને ખેડુતોની સમસ્યાઓને ઘટાડવા માટે આ સ્ટાર્ટઅપ કામ કરશે.

સંસદમાં લાગ્યા મોદી...મોદી...નારા: નાણામંત્રીની એક ભૂલથી હાસ્યનું મોજું ફરી વળ્યું !
નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે બજેટ ભાષણ પૂર્ણ કર્યું કે તુરંત જ સંસદમાં મોદી...મોદી...ના નારા ગુંજવાનું શરૂ થઈ ગયું હતું. દરમિયાન નાણામંત્રી જ્યારે બજેટ વાંચી રહ્યા હતા ત્યારે તેમનાથી એક ભૂલ થઈ ગઈ હતી જેના કારણે આખી સંસદમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું અને ખુદ નાણામંત્રી પણ પોતાનું હસવું રોકી શક્યા નહોતા. તેમણે બજેટમાં ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા ઉપર જોર આપ્યું હતું. સ્ક્રેપિંગ પોલિસીમાં ઈન્સેન્ટીવનું એલાન કરતી વખતે નાણામંત્રી બોલી ગયા કે તમામ વાહનોને હટાવી નાખવામાં આવશે જે સાંભળી બધા હસી પડ્યા હતા. નાણામંત્રી જ્યારે પ્રદૂષણ ઑકતા વાહનોને હટાવવાની વાત કરી રહ્યા હતા ત્યારે ભૂલથી તેઓ તમામ વાહનો બોલી ગયા હતા જેને તેમણે તુરંત સુધારી લીધી હતી.

રોજગારી વધારવા પ્રયાસ: કેપીટલ એકસપેન્ટીચર રૂા.10 લાખ કરોડ
નવી દિલ્હી તા.1 : કેન્દ્ર સરકારે આગામી દિવસોમાં અર્થતંત્રને વેગ આપવા માટે હવે તેનો કેપીટલ ખર્ચ 33 ટકા વધારીને રૂા.10 લાખ કરોડ કર્યો છે જે જીડીપીના 3 ટકા હશે. નાણામંત્રી નિર્મલા સીતારામને આજે બજેટ પ્રવચનમાં આ માહિતી આપતા જણાવ્યું કે સરકારનો કેપીટલ એકસપેન્ટીચર વધારીને તે રોજગારી વધારવા તથા દેશમાં ઈન્ફ્રાસ્ટ્રકચરના નિર્માણ માટે ખાસ કામ કરશે. સરકાર આ માટે વિવિધ પ્રોજેકટોને આગળ ધપાવવા માટે પણ કામ કરશે.

ડીજીટલ લાયબ્રેરીની જાહેરાત: ‘ઉંમર મુજબ’ પુસ્તક અપાશે
એકલવ્ય શાળાઓમાં 38800 શિક્ષકોની ભરતી : દરેક ભાષામાં બુક મળશે...
નવી દિલ્હી તા.1 : કેન્દ્રના બજેટમાં ડીજીટલ લાયબ્રેરીની જાહેરાત કરવામાં આવી છે. આ લાયબ્રેરીમાં બાળકો અને કિશોરો માટે ખાસ સુવિધા રહેશે. પુસ્તકાલયમાં ઉંમર મુજબ પુસ્તકો અપાશે. અંગ્રેજી અને પ્રાદેશિક ભાષાઓમાં પણ પુસ્તક મળશે. સરકારે એકલવ્ય શાળાઓમાં 38800 શિક્ષકોની ભરતી કરવા પણ જાહેરાત કરી છે.

સંરક્ષણ માટે રૂા.5.94 લાખ કરોડનું બજેટ ફાળવતા નાણામંત્રી
દેશની સરહદો સલામત રાખવા તથા સૈન્યના આધુનિકરણ માટે નાણામંત્રી નિર્મલા સીતારામને 2023-24ના વર્ષ માટે દેશની સેના માટે રૂા.5.94 લાખ કરોડની બજેટ ફાળવાયુ છે. આ ઉપરાંત ઘરઆંગણે વધુને વધુ શસ્ત્રોનું ઉત્પાદન કરીને સ્વદેશી ટેકનોલોજીના વિકાસથી સરકાર આયાત ઘટાડશે તેવું પણ નાણામંત્રીએ જણાવ્યું હતું.

હવાઈ સેવાને પ્રોત્સાહન આપવા 50 નવા એરપોર્ટ બનાવાશે
નાણામંત્રીએ આજે બજેટમાં જાહેર કર્યુ હતું કે દેશમાં હવાઈ મુસાફરી ઉપરાંત જળમાર્ગો મારફત મુસાફરી વધારવા અને માર્ગ પરિવહન માટે સરકાર આગામી દિવસોમાં 50 નવા વિમાની મથકો, હેલીપેડ તથા વોટર એરોડ્રોનનું નિર્માણ કરશે અને તેમાં ખાનગી ક્ષેત્રને પણ પ્રોત્સાહિત કરશે.

વિશ્વકર્મા કૌશલ્ય વિકાસ યોજનાની બજેટમાં જાહેરાત
સ્કીલ ડેવલપમેન્ટ માટે ખાસ પેકેજ આવશે
કેન્દ્રીય બજેટમાં સ્કીલ ડેવલપમેન્ટ માટે વિશ્વકર્મા કૌશલ્ય વિકાસ યોજના લાવવા જાહેરાત કરવામાં આવી છે. કૌશલ્યવર્ધનની તાલિમ માટે આ યોજના હેઠળ સહાય પેકેજ જાહેર કરવામાં આવશે તેમ પણ નાણામંત્રીએ જણાવ્યું હતું.

લેબમાં તૈયાર કરાયેલ હિરાઉદ્યોગને સંશોધન માટે ખાસ ગ્રાન્ટ
ભારત એ કાચા હિરાનું સૌથી મોટો આયાતકાર દેશ છે પરંતુ કેન્દ્રીય બજેટમાં હવે લેબમાં હિરા બનાવવા માટેના સંશોધન માટે ખાસ ગ્રાન્ટ ફાળવવામાં આવશે. ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી મારફત આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ લેબ આધારિત હિરા ઉત્પાદન માટે જે સીડ આયાત થાય છે તેની કસ્ટમ ડયુટી ઘટાડવામાં આવી છે.

લીવ એન્કેસમેન્ટમાં બીનસરકારી કર્મચારીઓને રાહત
નાણામંત્રીએ આજે લીવ એન્કેસમેન્ટ કે જે કર્મચારી નિવૃતિ સમયે તેની રજાનું રોકડ રૂપાંતર કરે છે તેમાં રાહત આપી છે. જેમાં રૂા.25 લાખ સુધીના લીવ એન્કેસમેન્ટમાં કરમુક્તિ મેળવી શકાશે. 

બજેટની સાથે સાથે
* રોજગાર પેદા કરવા પર ધ્યાન અપાશે
* કમજોર ખેડુતો માટે સહકારિતા મોડેલ
* મેડીકલ ઉપકરણ બનાવનાર કોર્સ શરૂ થશે
* મેડીકલ કોલેજ માટે લેબોરેટરીની વ્યવસ્થા થશે
* યુવાઓ-બાળકો માટે ડિઝીટલ લાઈબ્રેરી ખોલાશે
* મોટા અનાજને પ્રોત્સાહન અપાશે
* મેનહોલમા માણસ નહિં ઉતરે
* 2047 સુધીમાં એનિમિયા ખતમ કરશું
* કૃષિ ક્ષેત્રમાં 20 લાખ કરોડના કર્જનું લક્ષ્ય
* મછલી પરિવહન માટે 6000 ફાળવાશે
* આદિવાસીઓ માટે ખાસ સ્કુલો ખુલશે.
* ગરીબ ખાધાન્ન યોજના એક વર્ષ માટે લંબાવાઈ
* મત્સ્ય પાલન માટે 6000 કરોડ
* કોરોના બાદ ફરીથી વધી રહ્યું છે ખાનગી રોકાણ
* નવા સહકારિતા મંત્રાલયની રચના કરાશે
* પારંપારિક કારીગરો માટે ખાસ સન્માન પેકેજ
* જેલમાં બંધ ગરીબોને જામીનમાં મદદ કરાશે
* મહિલાઓના આર્થિક સશકિત કરણને પ્રોત્સાહન અપાશે
* પીએમ આવાસ યોજનાઓ માટે 79 હજાર કરોડ
* રેલવેની નવી યોજનાઓ માટે 75 હજાર કરોડ
* રેલવેમાં 100 નવી યોજનાઓ શરૂ થશે
* આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ માટે સેન્ટર
* કૃષિ ક્રેડીટ કાર્ડ માટે 20 લાખ કરોડ
* ટેકસ રિટર્ન ભરવું વધુ સરળ બનશે
* 10 લાખ કરોડ રૂપિયા મૂડીગત રોકાણ
* ટ્રાઈબલ મિશન માટે 15 હજાર કરોડ
* 7400 કરોડથી વધુ ડિઝીટલ પેમેન્ટ થયુ
* ઈપીએફઓ સભ્યોની સંખ્યા બે ગણી થઈ
* ઈપીએફઓ સભ્યોની સંખ્યા 27 કરોડ થઈ
* 10 હજાર કરોડ શહેરી વિકાસ માટે
* હરિત વિકાસ પર સરકારનું જોર
* હાઈડ્રોજન મિશન માટે 19700 કરોડ
* વૈકલ્પિક ઉર્જાના વિકાસમાં ધ્યાન
* કેવાયસી પ્રક્રિયાને આસાન કરવાનું લક્ષ્ય
* આઈટીઆઈ ભરવાથી પ્રક્રિયા સરળ થશે.
* જલવાયું સંરક્ષણ માટે ગ્રીન ક્રેડીટ એકટ
* રાષ્ટ્રીય ડેટા નીતિ લાવવામાં આવશે
* આધુનિક ખેતીની ટ્રેનીંગ
* 50 નવા વિમાન મથક બનાવાશે
* મોટા અનાજ: વૈશ્ર્વિક સ્તરે ઈન્સ્ટીટયુટ ખુલશે
* વિવાદના નિરાકરણ માટે સમાધાન યોજના
* સ્કિલ ઈન્ડિયા ડિઝીટલ પ્લેટફોર્મ શરૂ થશે
* જાન્યુઆરી 2024 સુધી ગરીબોને મફત અનાજ
* ઓળખપત્ર તરીકે પાનકાર્ડ માન્ય રહેશે.
* સ્થાનિક અને આંતર રાષ્ટ્રીય પર્યટનને પ્રોત્સાહન
* પર્યટનને પ્રોત્સાહન આપવા એપ લાવશુ
* ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રકચર માટે 75 હજાર કરોડ
* ઈ-કોર્ટ માટે 97 હજાર કરોડ
* ખેડુતોને લોનમાં છૂટ એક વર્ષ માટે
* નવી પરિયોજનાઓ માટે 75 હજાર કરોડ
* 30 ઈન્ટરનેશનલ સ્કીલ સેન્ટર ખોલાશે
* એસઈઝેડ માટે સિંગલ વિન્ડો
* પ્રાદેશીક ભાષામાં અભ્યાસના પુસ્તકો અપાશે
* મહિલા સન્માન બચત યોજના
* મહિલાને 2 લાખ સુધીની બચત પર 7.5 ટકાવ્યાજ
* વયસ્કોની બચત સીમા વધારાઈ 15 લાખથી વધારી 30 લાખ કરોડ.
* 47 લાખ યુવાઓને 3 વર્ષ બેકારી ભથ્થુ
* વિદેશી કિચન ચીમની મોંઘી થશે.આયાત ડયુટી વધારાઈ
* ઈલેકટ્રીક ગાડીઓ સસ્તી થશે
* આઈડલ સસ્તા થશે
* મોબાઈલ સસ્તા થશે
* ટીવી સસ્તા થશે
* ઈમ્પોર્ટેડ દરવાજા મોંઘા થશે
* કેમેરા સસ્તા થશે
* ચાંદીના વાસણો ઘરેલા મોંઘા થશે
* સિગારેટ મોંઘી થશે
* ગોલ્ડ-પ્લેટીનમ મોંઘા થશે


Related News

Advertisement
Advertisement
Advertisement