જામીન માટે પૈસાના અભાવે જેલમાં સબડતા ગરીબ કેદીઓને મોટી રાહત

01 February 2023 03:32 PM
Budget 2023
  • જામીન માટે પૈસાના અભાવે જેલમાં સબડતા ગરીબ કેદીઓને મોટી રાહત

ગરીબ કેદીઓના જામીન માટે આર્થિક મદદની નાણામંત્રીની બજેટમાં જાહેરાત

નવી દિલ્હી તા.1 : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને આજે જાહેર કરેલા બજેટમાં વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓ માટે ખાસ રાહતો જાહેર કરી છે. સાથે સાથે જમીનના અભાવે જેલમાં સબડતા ગરીબ કેદીઓ માટે પણ મોટી રાહતની જાહેરાત નાણામંત્રીએ કરી છે. આજે આપણા દેશમાં જામીનના પૈસાના અભાવે કે વકીલો કેસ લડવા માટે ન રોકી શકવાના કારણે કેટલાય ગરીબો જેલમાં સબડતા હોય છે. નાણામંત્રીએ બજેટમાં આવા ગરીબ કેદીઓને જામીન પર મુક્તિ માટે નાણાકીય અને વકીલની સહાયની જાહેરાત કરીને આવા ગરીબ કેદીઓને મોટી રાહત આપી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement