રાજકોટ,તા.1
ટંકારાના વાછકપરમાં પુત્ર પડોશી યુવતીને ભગાડી જતા ધિરૂભાઈ નામના વૃદ્ધ પર ત્રણ શખ્સોએ ધોકાથી હુમલો કરતાં સારવારમાં રાજકોટ સીવીલ હોસ્પિટલે ખસેડાયા હતાં.
બનાવ અંગેની પ્રાપ્ત વિગત અનુસાર, ટંકારાના વાછકપર ગામે રહેતા ધિરૂભાઈ જેસીંગભાઈ દારોદરા (ઉ.વ.60)નો પુત્ર તેની પડોશમાં રહેતાં હિરાભાઈની પુત્રીને એક માસ પહેલા ભગાડી ગયો હતો.
જે અંગે ગત રોજ સાંજે ધિરૂભાઈ સાથે હિરાભાઈ તારો પુત્ર કયાં છે તે મામલે માથાકુટ કરતા હતાં ત્યારે ઘસી આવેલા હિરાભાઈના કુટુંબી હરેશ દિપક અને અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી ધોકાથી ફટકાર્યો હતો.મારામારીમાં ઈજાગ્રસ્ત થયેલા ધિરૂભાઈને સારવારમાં રાજકોટ ખસેડાયા હતાં. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે વાંકાનેર પોલીસને જાણ કરી હતી.