રાજકોટ,તા.1
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને રૂ।ક કરોડ સુધીનું અને ઈજા પામનારાઓને રૂ।.પાંચ લાખ સુધીનું નુકશાની વળતર અપાવવા માટે ગ્રાહક અદાલતમાં કાર્યવાહી કરાશે તેમ જાણીતા ગ્રાહક સુરક્ષા અગ્રણી અને માજી સાંસદ રામજીભાઈ માવાણી તથા રમાબેન માવાણીએ જણાવી ઉમેર્યું છે કે આ અંગે આગામી ટૂંક સમયમાં જ મોરબી ખાતે જાહેર કાર્યક્રમ આયોજિત કરાશે.
તેઓએ જણાવ્યું હતું કે, મોરબી ઝુલતાપુલ દુર્ઘટનામાં નિર્દોષ નાના બાળકો સહિત 135 લોકોના મૃત્યુપુલ સંચાલકોની ખામી ભરી સેવા અને ગંભીર પ્રકારની બેદરકારીને કારણે થયેલ છે. પુલ દુર્ઘટના પછી ફોરેન્સી સાયન્સ લેબોરેટરીના પ્રતિનિધિઓએ બનાવના સ્થળની મૂલાકાત લઈને રિપોર્ટ આપેલ હતો કે પુલ ભંગાર અને તુટી ફુટી હાલતમાં હતો પુલની કરોડરજુ નબળી હતી.
જોઈન્ટના બોલ્ટ જૂના અને કાંટ ખાદ્યેલ હતા. રિપેરીંગના નામે પુલ ઉપર માત્ર કલર લગાવવામાં આવેલ હતો પુલ ઉપર માત્ર એક સાથે 100 વ્યકિતઓને ઉભા રહેવાની કેપેસીટી હતી. આમ છતા પુલ ઉપર ટોળાબંદ માણસો એકઠા થયેલ હતાં. મુલાકાતીઓની સલામતી સંબંધેની જોગવાઈઓનો અભાવ હતો, તાલીમ બધ સ્ટાફ કે ગાર્ડ હાજર હતા નહીં.
માત્ર અને માત્ર ઉચ્ચાદરની ટિકીટ વેંચી ઓરેવા કંપનીએ વધુને વધુ નફો કરવા મુલાકાતીઓને ધોળાદિવસે મોતના મુખમાં ધકેલી દિધેલ છે. આ બધાજ આધાર-પુરાવા અને સજોગો ગ્રાહક અદાલતમાં મૂતકોના વારસો તેમજ ઈજા પામનારાઓને ઉચ્ચો વળતર અપાવવા 10 ટકા પુરતા છે. આવા સંજોગોમાં અમોએ મૃતકોના પરિવારજનો વતી ગ્રાહક અદાલતમાં દાવાઓ કરવા અને ઉચું વળતર અપાવવા નિર્ણય કરેલ.
આ સંદર્ભે મોરબી ખાતે પણ સેમિનાર યોજવામાં આવેલ હતો. જેમાં ગ્રાહક અદાલતોના ન્યાયમૂર્તિ એમ.એસ.ભટ્ટ, ટી.જે.શાખલા મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર મામલતદાર એચ.આર.સાંચલા તેમજ લાલજીભાઈ મહેતા ઘનશ્યામસિંહ ઝાલા ડો.લહેરૂ તથા મહેશભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતાં. આગામી ટુંક સમયમાં આ અંગે મોરબીમાં જાહેર કાર્યક્રમ યોજાશે.