કૃષિ ક્ષેત્ર માટે રૂા.20 લાખ કરોડનું ધિરાણ ઉપલબ્ધ કરાશે: એગ્રીસ્ટાર્ટઅપને પ્રોત્સાહન

01 February 2023 04:02 PM
Budget 2023
  • કૃષિ ક્ષેત્ર માટે રૂા.20 લાખ કરોડનું ધિરાણ ઉપલબ્ધ કરાશે: એગ્રીસ્ટાર્ટઅપને પ્રોત્સાહન

► કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા તૈયારી: 10 હજાર સંશોધન કેન્દ્ર સ્થાપિત થશે

► જાડા ધાન્ય હવે શ્રીઅન્ન તરીકે ઓળખાશે: તેના ઉત્પાદન માટે ખાસ પ્રોત્સાહન

નવી દિલ્હી તા.1 : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને આજે રજુ કરેલા બજેટમાં કૃષિક્ષેત્રને વધુ આધુનિક બનાવવા અને ખાસ કરીને યુવાવર્ગ ને કૃષિ સાથે જોડવા તેમજ ટેકનોલોજીને પણ અપનાવવા માટે એગ્રી સ્ટાર્ટઅપ યોજના જાહેર કરી છે. આ ઉપરાંત ખેડુતો માટે ધિરાણ માટેનો નવો ટાર્ગેટ પણ રજુ કર્યો છે. નાણામંત્રીએ તેમના બજેટમાં જણાવ્યું કે કૃષિક્ષેત્ર માટે હવે ડિજીટલ ઈન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરવામાં આવશે અને ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રોની કૃષિ સહકારી મંડળીઓને ડિજીટલ નેટવર્કથી જોડી દેવાશે.

► ગ્રામીણ ક્ષેત્રની કૃષિ ક્રેડીટ સરકારી મંત્રીઓનું ડીજીટલાઈઝેશન

આ ઉપરાંત દેશમાં કુદરતી કૃષિ માટે ખાસ પ્રોત્સાહનો જાહેર કરાયા છે અને તેમાં 1 કરોડ ખેડુતોને આવરી લેવાશે. કૃષિક્ષેત્રનું એક ડીજીટલ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્લેટફોર્મ ઉભું કરાશે જેમાં દરેક ખેડુત તથા કૃષિ સાથે જોડાયેલા લોકો સામેલ થઈ શકશે. નાણામંત્રીએ જાહેર કર્યુ કે ચાલુ વર્ષે કૃષિક્ષેત્ર માટે 20 લાખ કરોડનો ધિરાણ ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. ખાસ કરીને પશુ સંવર્ધનને પણ વેગ અપાશે અને ડેરી તથા ફીશરીઝ ઉદ્યોગને પણ સામેલ કરી દેવામાં આવશે. નાણામંત્રીએ એ પણ જણાવ્યું કે નેચરલ ફાર્મીંગ એટલે કે કુદરતી સ્ત્રોત આધારીત કૃષિ માટે ખાસ કલસ્ટર ઉભા કરવામાં આવશે

► બાગાયત માટે 2200 કરોડ: મત્સ્ય ઉદ્યોગ માટે રૂા.6 હજાર કરોડની ફાળવણી

અને તેના આધારે દેશના કૃષિક્ષેત્રને આધુનિકતાથી આગામી સમયમાં વૈશ્ર્વિક પ્લેટફોર્મ સાથે જોડવાની સરકારની યોજના છે. આ ઉપરાંત જાડા ધાન્ય એટલે કે મિલેટસના ઉત્પાદનમાં પણ સરકાર ખાસ પ્રયોગોને પ્રોત્સાહીત કરશે. આ ઉપરાંત એક એગ્રીકલ્ચર એકસીલેટર ફંડ બનાવવામાં આવશે જે કૃષિ સ્ટાર્ટઅપને પ્રોત્સાહીત કરશે. નાના ખેડુતો જાડુ ધાન્ય ઉગાડે તે માટે સરકાર પ્રયત્ન કરશે. આ ઉપરાંત બાગાયત માટે રૂા.2200 કરોડ ની બજેટ ફાળવણી કરવામાં આવી છે. મત્સ્ય ઉદ્યોગ માટે રૂા.6000 કરોડ તેમજ પ્રાકૃતિક ખેતી માટે 10 હજાર પ્રાકૃતિક ખેતી સંસાધન કેન્દ્ર ઉભા કરાશે.

ખેડુતોની આવક ડબલ કરવા અંગે સરકારનું મૌન
કેન્દ્રની મોદી સરકારે 2022 સુધીમાં દેશના ખેડુતોની આવક ડબલ કરવાની જાહેરાત કરી હતી. 2016માં આ જાહેરાત કરવામાં આવી હતી તે સમયે કૃષિ નિષ્ણાંતોએ પ્રશ્ર્ન ઉઠાવ્યો કે ખેડુતોની આવકમાં સરકારનો જે અંદાજ હતો તે સફળ થયો નથી. વાસ્તવમાં સરકાર તે માટે મૌન રહી છે અને હાલ ખેડુતોની રોજની સરેરાશ આવક રૂા.27 છે. ખેડુતોની આર્થિક દશામાં ફેરફાર અંગે કોઈ સ્પષ્ટ નિર્દેશ અપાયો નથી.


Related News

Advertisement
Advertisement
Advertisement