રૂા.7 લાખ સુધીની આવક પર કોઈ ઈન્કમટેકસ નહીં લાગે: નવી પ્રણાલીમાં હવે 5 સ્લેબ-સ્ટાન્ડર્ડ ડીડકશનનો લાભ: સરચાર્જ ઘટાડાયો

01 February 2023 04:43 PM
Budget 2023
  • રૂા.7 લાખ સુધીની આવક પર કોઈ ઈન્કમટેકસ નહીં લાગે: નવી પ્રણાલીમાં હવે 5 સ્લેબ-સ્ટાન્ડર્ડ ડીડકશનનો લાભ: સરચાર્જ ઘટાડાયો

► આવકવેરા ક્ષેત્રમાં પાંચ મોટા ફેરફારો સુચવતા નાણામંત્રી

નવી દિલ્હી તા.1 : કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારામને નવા નાણાંકીય વર્ષના બજેટમાં સીધા કરવેરા (ઈન્કમટેકસ) ક્ષેત્રમાં પાંચ મોટા ફેરફારો સુચવ્યા છે અને તેના આધારે નાના કરદાતા, પગારદારો તથા ધનિકો સુધી તમામ વર્ગોને લાભ-રાહત મળવાનો દાવો કર્યો છે. ગત વર્ષે દાખલ કરવામાં આવેલી નવી વૈકલ્પિક ટેકસ પ્રણાલી અંતર્ગત હવે સાત લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકોએ કોઈ ઈન્કમટેકસ ચુકવવો નહીં પડે. તેઓએ બજેટ પ્રવચનમાં કહ્યું કે હાલ જુની કે નવી એકપણ કરપ્રણાલીમાં પાંચ લાખ સુધીની આવક ધરાવતા લોકોને કોઈ આવકવેરો લાગતો નથી હવે નવી પ્રણાલી હેઠળ 7 લાખની આવક ધરાવનારને કોઈ ટેકસ ચુકવવો નહીં પડે. બીજી તરફ મધ્યમવર્ગના વ્યક્તિગત કરદાતાઓને લાગુ પડે છે. 

► સરચાર્જનો મહતમ દર 37 ટકાથી ઘટાડીને 25 ટકા કરાયો: ઈફેકટીવ રેટ 42.74 ટકાથી ઘટીને 39 ટકા

2020માં નવી આવકવેરા પ્રણાલીમાં રૂા.2.50 લાખથી શરૂ કરીને છ સ્લેબ રાખવામાં આવ્યા હતા તે ઘટાડીને પાંચ કરવામાં આવ્યા છે અને આવકવેરા મુક્તિમર્યાદા 2.50 લાખથી વધારીને 3 લાખ કરવામાં આવી છે. આ પગલાથી નવી પ્રક્રિયામાં સામેલ તમામ કરદાતાઓને મોટી રાહત મળશે. હવે 9 લાખની આવક ધરાવતા કરદાતાને માત્ર 45000 ટેકસ ચુકવવો પડશે જે અગાઉ 60000 ચુકવવો પડતો હતો. આ જ રીતે 15 લાખ કમાતા કરદાતાને 1.50 લાખ ચુકવવા પડશે જે અગાઉ 187500 ચુકવવા પડતા હતા. તેઓએ કહ્યું કે ત્રીજી દરખાસ્ત પગારદાર તથા પેન્શનર વર્ગ માટેની છે. સ્ટાંડર્ડ ડીડકશનનો લાભ નવી ટેકસ પ્રણાલીમાં પણ મળશે. રૂા.15.50 લાખ કે તેથી વધુની આવક ધરાવતા નોકરીયા-પગારદારને રૂા.52500નો લાભ મળશે. તેઓએ ચોથી દરખાસ્ત દેશના સૌથી ઉંચા ટેકસદર વિશે છે જે હાલ 42.74 ટકા છે. વિશ્વમાં આ સૌથી ઉંચો ટેકસદર છે. આ સંજોગોમાં 37 ટકાનો સૌથી ઉંચો સરચાર્જ ઘટાડીને 25 ટકા કરવાની દરખાસ્ત નવી કરપ્રણાલી હેઠળ છે. આ ઘટાડાને પગલે સર્વોચ્ચ ટેકસદર 39 ટકા થશે. 

► નવી પ્રણાલીમાં પણ પગારદાર-પેન્શનરોને રૂા.50000નાં સ્ટાંડર્ડ ડીડકશન તથા 15000ના ફેમીલી પેન્શનનો લાભ મળશે

સીધા કરવેરા ક્ષેત્રની પાંચમી અને આખરી દરખાસ્ત બીન સરકારી કર્મચારીઓની નિવૃતિ સમયના લીવ-એનકેશમેન્ટને લગતી છે. છેલ્લે 2002માં 3 લાખની મર્યાદા નકકી થયા બાદ હવે તે વધારીને 25 લાખ કરવાની દરખાસ્ત છે. તેઓએ કહ્યું કે નવી ટેકસ પ્રણાલીને જ મુખ્ય પ્રણાલી નકકી કરવામાં આવે છે. જો કે, નાગરિકો-કરદાતાઓ જુની ટેકસ પ્રણાલીનો વિકલ્પ પણ મેળવી શકશે. વ્યક્તિગત તથા અવિભાજય હિન્દુ કુટુંબ (એચયુએફ) ઉપરાંત બીએઆઈ, એજેપી તથા એઓપી માટે પણ મુખ્ય પ્રણાલી રહેશે. નવી ટેકસ પ્રણાલીમાં સામેલ થવા ન માંગતા કરદાતા જુની પ્રણાલીનો વિકલ્પ અજમાવી શકશે. વેપાર અથવા વ્યવસાય ધરાવતા તથા જુની સ્કીમમાં સામેલ કરદાતાને બદલાવની એક જ તક અપાશે અને ત્યારબાદ નવી પ્રણાલીમાં જ રહેવુ પડશે. અન્યોને છુટ્ટ રહેશે. 

► બીન-સરકારી પગારદારોને નિવૃતિ વખતે લીવ-એનકેશમેન્ટ મર્યાદા 3 લાખથી વધારીને 25 લાખ

પગારદાર કરદાતાને 50,000ના સ્ટાંડર્ડ ડીડકશન તથા 15000 ફેમીલી પેન્શન ડીડકશનનો લાભ નવી પ્રણાલીમાં પણ મળશે. સીધા કરવેરા ક્ષેત્રની પાંચમી અને આખરી દરખાસ્ત બીન સરકારી કર્મચારીઓની નિવૃતિ સમયના લીવ-એનકેશમેન્ટને લગતી છે. છેલ્લે 2002માં 3 લાખની મર્યાદા નકકી થયા બાદ હવે તે વધારીને 25 લાખ કરવાની દરખાસ્ત છે.તેઓએ કહ્યું કે નવી ટેકસ પ્રણાલીને જ મુખ્ય પ્રણાલી નકકી કરવામાં આવે છે. જો કે, નાગરિકો-કરદાતાઓ જુની ટેકસ પ્રણાલીનો વિકલ્પ પણ મેળવી શકશે. વ્યક્તિગત તથા અવિભાજય હિન્દુ કુટુંબ (એચયુએફ) ઉપરાંત બીએઆઈ, એજેપી તથા એઓપી માટે પણ મુખ્ય પ્રણાલી રહેશે.નવી ટેકસ પ્રણાલીમાં સામેલ થવા ન માંગતા કરદાતા જુની પ્રણાલીનો વિકલ્પ અજમાવી શકશે. વેપાર અથવા વ્યવસાય ધરાવતા તથા જુની સ્કીમમાં સામેલ કરદાતાને બદલાવની એક જ તક અપાશે અને ત્યારબાદ નવી પ્રણાલીમાં જ રહેવુ પડશે. અન્યોને છુટ્ટ રહેશે.પગારદાર કરદાતાને 50,000ના સ્ટાંડર્ડ ડીડકશન તથા 15000 ફેમીલી પેન્શન ડીડકશનનો લાભ નવી પ્રણાલીમાં પણ મળશે.

આવકવેરા માટે નવું ફોર્મ આવશે: પ્રોસેસીંગ સમય ઘટયો
નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારામને આજે તેમના કેન્દ્રીય બજેટની સ્પીચમાં આવકવેરાને ખૂબ જ મહત્વ આપ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું. આગામી નાણાકીય વર્ષની આવકવેરાનું નવું ફોર્મ આવશે અને તે સરળ હશે. શ્રીમતી સિતારામને જણાવ્યું હતું કે દેશમાં આવકવેરા રીટર્ન ફાઈલ કરનારાની સંખ્યા 5 કરોડ આસપાસ પહોંચી છે અને હવે પ્રોસેસીંગ સમયમાં પણ ઘટાડો થયો છે. સરેરાશ આવકવેરા રીટર્ન જે અગાઉ 93 દિવસમાં પ્રોસેસ થતું હતું તે ઘટાડીને 16 દિવસ થયું છે અને તેનાથી રીફંડ વિ.ની પ્રક્રિયા પણ સરળ બની છે.

આડકતરા કરવેરાના ફેરફાર : ઉડતી નજરે
ટેકસટાઇલ્સ અને કૃષિ સિવાયની ચીજોની બેઝીક કસ્ટમ ડયુટી 21 ટકાથી ઘટાડીને 13 ટકા કરાઇ
નાણામંત્રીએ ટેકસટાઇલ્સ અને એગ્રીકલ્ચર સિવાયના ક્ષેત્રોની બેઝીક કસ્ટમ ડયુટી ર1 ટકાથી ઘટાડીને 13 ટકા કરવાની દરખાસ્ત કરી છે. તેના પરિણામે રમકડા, સાયકલ, ઓટો મોબાઇલ, નેપ્થા જેવી ચીજોના સરચાર્જ સેસમાં થોડો ઘટાડો થશે.

મોબાઇલના કેમેરા લેન્સ સહિતના અમુક પાર્ટસની ડયુટીમાં ઘટાડો
2014-15માં ભારતમાં મોબાઇલનું ઉત્પાદન 5.8 કરોડ યુનિટનું હતું તે ગત નાણા વર્ષમાં 31 કરોડે પહોંચ્યું છે. મોબાઇલ ઉત્પાદનને હજુ પ્રોત્સાહન આપવા મોબાઇલના કેમેરા લેન્સ સહિતના અમુક પાર્ટસની આયાત જકાતમાં રાહત જાહેર કરવામાં આવી છે. ઉપરાંત બેટરી માટેના લીથીયમ સેલની ડયુટી રાહત લંબાવવામાં આવી છે.

ટીવી પેનલની આયાત જકાત ઘટાડીને 2.5 ટકા કરાઇ
ટેલીવિઝનના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા ટીવી ચેનલની આયાત જકાત ઘટાડીને ર.પ ટકા કરવાની દરખાસ્ત નાણામંત્રીએ કરી છે.

રસોડાની ચીમનીની આયાત જકાત વધારાઇ
ઇલેકટ્રીક કિચન ચીમનીની આયાત જકાત 7.5 ટકાથી વધારીને 15 ટકા કરવાની દરખાસ્ત થઇ છે. જયારે હિટ કોઇલની આયાત જકાત 20 ટકાથી ઘટાડીને 15 ટકા કરવાનો પ્રસ્તાવ છે.

લેબમાં બનાવાતા હિરાના સીડસની જકાત ઘટાડાઇ
કુદરતી હિરાની સાથોસાથ લેબમાં ઉત્પાદિત થતા હિરાનું માર્કેટ પણ વધી રહ્યું છે ત્યારે લેબમાં બનાવાતા હિરાના સીડસની આયાત જકાતમાં રાહત જાહેર કરવામાં આવી છે.

સોનાના દાગીનાની આયાત મોંઘી : ચાંદીની આયાત જકાત પણ વધારાઇ
સોના તથા પ્લેટીનમની આયાત જકાતમાં સરકારે અગાઉ જ વધારો કરી દીધો હતો પરંતુ હવે તેમાંથી બનનારા દાગીનાની આયત જકાતમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ જ રીતે ચાંદી તથા તેના દાગીના વાસણોની આયાત જકાત સોના અને પ્લેટીનમના ધોરણે કરવા અને તે તફાવત દુર કરવા તેમાં પણ જકાત વધારવામાં આવી છે.

સિગારેટ મોંઘી
નિશ્ચીત સિગારેટ પર ત્રણ વર્ષ પૂર્વે રાષ્ટ્રીય આફત ડયુટી લાગુ કરવામાં આવી હતી. જે હવે વધારીને 16 ટકા કરવાની દરખાસ્ત થઇ છે.

સિનિયર સીટીઝન સેવિંગ્સ સ્કીમમાં હવે રૂા.30 લાખ સુધી રોકાણ છૂટ
નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારામન આજે સિનીયર સીટીઝન સેવિંગ્સ સ્કીમમાં રોકાણ મર્યાદા રૂા.15 લાખમાંથી વધારીને રૂા.30 લાખ કરી છે. સરકાર આ યોજના પર 7.6%નો વ્યાજ આપે છે. જેમાં પ્રથમ પાંચ વર્ષ અને બાદમાં વધુ ત્રણ વર્ષ માટે આ રોકાણ કરી છે જેનું વ્યાજદર ત્રણ માસે અપાય છે અને તેના પર કોઈ વ્યાજનું વ્યાજ મળતું નથી અને તેમાં હવે રૂા.15 લાખથી વધારી રૂા.30 લાખની રોકાણ મર્યાદા કરી છે.

મોદી સરકાર દ્વારા હવે પર્યાવરણ મીત્ર ‘ગ્રીન ગ્રોથ’ યોજના શરૂ કરાશે
- રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રાસાયણિક ખાતરના બદલે કુદરતી ખાતરનો ઉપયોગ વધારવા પ્રોત્સાહન
- ગોવર્ધન સ્કીમ હેઠળ કચરામાંથી સમૃદ્ધિ પેદા કરવા 500 નવા એકમો
- કુદરતી ખેતી માટે 10,000 બાયો ઈનપુટ રિસોર્સિસ સેન્ટરની સ્થાપના
- બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ ઉભી કરવી
- ઉર્જાબચત કરે તેવા ટ્રાન્સપોર્ટેશન માટે પોસ્ટલ શિપિંગ યોજના
- જૂના વાહનોને બદલવા માટે ખાસ ભંડોળની ફાળવણી

સરકારની ઉપલબ્ધતાઓ
- ગ્રામીણ આવાસમાં 9 કરોડ ઘરોમાં નળ કનેક્શન
- ખેડૂત સન્માન નિધિ હેઠળ 11.4 લાખ કરોડ ખેડૂતોને રૂા.2.02 લાખ કરોડની ફાળવણી
- પ્રધાનમંત્રી વીમા યોજના હેઠળ 44.06 કરાોડ લોકોને આવરી લેવાયા
- દેશમાં 11.07 કરોડ ઘરોમાં ટોયલેટ
- ઉજ્જવલા યોજના હેઠળ 9.6 કરોડ ઘરોમાં ગેસ ક્નેક્શન
- જનધન બેન્ક ખાતા યોજનામાં 47.8 કરોડ ખાતા ખોલ્યા
- દેશમાં 102 કરોડ લોકોને 220 કોરોના વેક્સિન ડોઝ

અમૃત પેઢી: યુવાશક્તિ
- આર્ટિફિશ્યલ ઈન્ટેલીજન્સ રોબોટિક્સ 3ડી પ્રિન્ટીંગ વગેરે માટે પ્રધાનમંત્રી કૌશલ્ય યોજના
- દેશમાં પ્રવાસનને વેગ આપવા માટે ‘અપના દેશ દેખો’ યોજના
- વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ માટે યુનિટી મોલ સ્થપાશે

અમૃતકાળમાં સરકારની સપ્તર્ષી: સાત પ્રાથમિક્તાઓ
1 સર્વાંગી વિકાસ
2 છેવાડાના માનવી સુધી પહોંચી
3 માળખાકીય સુવિધા અને મૂડીરોકાણ
4 તકોને વાસ્તવિક્તામાં ફેરવવી
5 ગ્રીન ગ્રોથ
6 યુવાશક્તિ
7 નાણાકીય ક્ષેત્ર

તકોને વાસ્તવિક્તામાં ફેરવવી: વિશ્ર્વાસ આધારિત શાસન
- ભારતને આર્ટિફિશ્યલ ઈન્ટેલીજન્સમાં અગ્રણી બનાવવું
- ખાસ ત્રણ એઆઈ સેન્ટરની સ્થાપના
- નેશનલ ડેટા ગવર્નન્સ પોલિસી દાખલ
- ઈ-કોર્ટની સ્થાપના



Related News

Advertisement
Advertisement
Advertisement