સોના-ચાંદી સળગ્યા : સોનુ રૂા. 60,000ની નજીક

01 February 2023 04:49 PM
Business
  • સોના-ચાંદી સળગ્યા : સોનુ રૂા. 60,000ની નજીક

10 ગ્રામનો ભાવ 59800 : ચાંદીમાં 2500નો ઉછાળો

આજે નાણામંત્રી નિર્મલા સિતારામને બજેટ રજુ કર્યુ. બજેટમાં સરકારની જાહેરાતોમાં કેટલીક વસ્તુઓ મોંઘી તો કેટલીક વસ્તુઓ સસ્તી થઇ છે. જેમાં સોના-ચાંદી મોંઘા થયા છે. ચાંદી ઇમ્પોર્ટ ડયુટી વધારવાની જાહેરાત સાથે બજારમાં ઉથલ પાથલ સર્જાઇ ગઇ છે. જેના કારણે સોના-ચાંદીના ભાવમાં એક જ દિવસમાં મોટો કડાકો થયો છે. સોનામાં 950 અને ચાંદીમાં 2450 જેટલો વધારો નોંધાયો છે. જેના પરિણામે સોનુ 60,000 અને ચાંદી 72000 નજીક પહોંચ્યું છે. બજેટ જાહેર થવાની સાથે જ સોના-ચાંદીના ભાવ સળગ્યા. સોના-ચાંદીના વેપારીઓનું કહેવું છે કે આજે બજેટમાં ચાંદીમાં ઇમ્પોર્ટ ડયુટી વધતા બજારમાં મોટી અસર પડી છે. છેલ્લા કેટલાક સમયથી સોના-ચાંદીના ભાવ વધી રહ્યા છે. પરંતુ આજની જાહેરાત બાદ આગામી સમયમાં ભાવ હજુ વધી શકે છે.


Related News

Advertisement
Advertisement
Advertisement