રાજકોટ. તા.1 : નવલનગરમાં આવેલ ગેરેજમાં રીપેરીંગ કરવા આવેલ બે ટ્રકમાંથી બે બેટરીની અજાણ્યો તસ્કર ચોરી કરી ગયાની ફરિયાદ માલવીયનગર પોલીસ મથકે નોંધાઈ હતી. બનાવ અંગે ફરિયાદી ભુપતભાઇ મનજીભાઇ પીપળીયા (ઉ.વ.55),(ધંધો ગેરેજકામ),(રહે . નવલનગર શેરી નં.11, મવડી રોડ) એ જણાવ્યું હતું કે,
પોતે ગોડલ રોડ રોલેક્ષ કારખાના વાળી શેરીમાં સરકારી સ્કુલ બાજુમાં રીધ્ધી મોટર નામનુ બોડી કામનુ ગેરેજ ચલાવે છે. ગઇ તા.27 ના તેના મિત્ર પ્રમોદભાઇ લાખાભાઇ રાખોલીયા તેમની આઇસર ગાડી નં. જીજે.03.બીવાય 5908 બોડીકામ માટે મૂકી ગયેલ હતાં. જે બાદ તા.30 ના તેના તે ઘરે હતાં ત્યારે ગેરેજમાં કામ કરતાં કારીગરે ફોન કરી જણાવેલ કે,
બે આઇસર ગાડીની બેટરીઓ જોવા મળતી નથી જેથી ફરિયાદી ગેરેજે પહોંચી તપાસ કરતાં ગેરેજમાં રીપેરીંગ કરવા આવેલ બે આઇસર ટ્રકમાંથી બે બેટરી રૂ.26 હજારના મુદામાલની કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી માલવીયાનગર પોલીસ મથકના સ્ટાફે સીસીટીવી ફુટેજના આધારે તપાસ આદરી હતી.