નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારામને દેશમાં રોજગારી તથા મોટા ઉદ્યોગ માટે કરોડરજજુ જેવા ગણાતા મધ્યમ, લઘુ, સુક્ષ્મ (નાના ઉદ્યોગો) એમએસએમઈ માટે જબરી રાહતની જાહેરાત કરી છે. જેમાં રૂા.2 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા નાના ઉદ્યોગો કે રૂા.50 લાખ સુધીની ટર્નઓવર ધરાવતા પ્રોફેશનલને જે પ્રીઝન્ટીવ-ટેક્ષેસન ના લાભમાં આવે છે
► હાલની રૂા.2 કરોડના સ્થાને રૂા.3 કરોડ: પ્રોફેશનલ માટે રૂા.50 લાખના રૂા.75 લાખ: જો કે 5%થી વધુ રોકડ વ્યવહાર નહી કરી શકાય
તે માટેની ટર્નઓવર મર્યાદા વધારીને રૂા.2 કરોડથી રૂા.3 કરોડ અને પ્રોફેશનલ માટેની મર્યાદા રૂા.50 લાખથી વધારી રૂા.75 લાખ કરી છે. આ પ્રીઝમ્ટીવ ટેક્ષેસનમાં જે એકમ કે પ્રોફેશનલ તેના હિસાબો રાખતા ન હોય તેમના માટે છે પણ તેની સાથે ડીજીટલ શરત જોડી દેવામાં આવી છે અને તેમાં ટર્નઓવરના 5%થી વધુના રોકડ વ્યવહાર થયા ન હોય તે જરૂરી બનશે. ઉપરાંત તેઓને જયારે વાસ્તવિક પેમેન્ટ કરશે તે સમયે આ લાભ મળશે.
► વિવાદ સે વિશ્વાસ સ્કીમમાં પણ વધારે રાહત: ટેક્ષેસનમાં આખરી એવોર્ડમાં પણ સમાધાન યોજના
આ ઉપરાંત વિવાદ સે વિશ્વાસ સ્કીમમાં એમએસએમઈ માટે નાણામંત્રીએ રાહત આપતા કોરોનાકાળ સમયે જે એમએસએમઈ તેના કોન્ટ્રાકટનું પાલન કરી શકયા ન હોય અને તેમની સિકયોરીટી ડિપોઝીટ કે અનેસ્ટ મનીની રકમ ફોરફીટ થઈ હોય તો તેમાં 95% રકમ સરકારી કે અર્ધસરકારી જાહેર સાહસો પરત કરશે. વિવાદ સે વિશ્વાસમાં જે સરકાર કે સરકારી સાહસોએ એક તરફી એવોર્ડ જાહેર કરી દીધા છે. તેઓને પણ હવે સમાધાનની ઓફર કરશે. આ ઉપરાંત એમએસએમઈ માટે સરકારે ક્રેડીટ ગેરેન્ટી સ્કીમ હવે તા.1 એપ્રિલ 2023થી શરૂ થશે તેમાં રૂા.9000 કરોડ વધારે ભંડોળ અપાશે અને ક્રેડીટ કોસ્ટ 1% જેવા લવાશે.
શું સસ્તું થશે
- એલઈડી ટીવી
- કપડાં
- મોબાઈલ ફોન
- રમકડાં
- મોબાઈલ કેમેરા લેન્સ
- ઈલેક્ટ્રિક વાહનો
- હિરાજડિત ઘરેણા
- બાયોગેસ સાથે જોડાયેલી વસ્તુઓ
- લિથિયમ સેલ્સ
- સાયકલ
શું મોંઘું થશે
- સિગરેટ
- દારૂ
- છત્રી
- વિદેશી કિચન ચીમની
- સોનું
- ચાંદીના ઘરેણા-વાસણ
- પ્લેટિનમ
- એક્સ-રે મશીન
- ડાયમંડ