વધુ 10 કર્મચારીને નિવૃતિના દિવસે લાભો ચૂકવાયા

01 February 2023 05:12 PM
Rajkot
  • વધુ 10 કર્મચારીને નિવૃતિના દિવસે લાભો ચૂકવાયા
  • વધુ 10 કર્મચારીને નિવૃતિના દિવસે લાભો ચૂકવાયા

વિદાય સમારોહ સાથે મોમેન્ટો આપી સન્માન કરતા કમિશ્નર અમિત અરોરા

રાજકોટ,તા.1
તા. 31ના રોજ મહાનગરપાલિકાના 8 કમર્ચારીઓ નિવૃત થતા મ્યુનિ. કમિશનર દ્વારા મોમેન્ટો આપી સન્માન કરી વિદાયમાન આપ્યું હતું. આ પ્રસંગે અમિત અરોરાએ ફરજ પરથી નિવૃત થતા તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં જો કોઈપણ પ્રશ્નો હોય તો કોર્પોરેશનના દરવાજા આપના માટે હંમેશા ખુલ્લા જ છે.

જાન્યુઆરી-2023નાં છેલ્લા દિવસે નિવૃત્ત થનાર સ્ટાફ (1) ભાદર યોજનાના કેમીસ્ટ કેતન એ. મેસવાણી (2) વોટર વર્કસ પેટ્રોલર ધીરુભાઈ નાનજીભાઈ મેઘાણી (3) ક્ધઝર્વંશી શાખાના લેબર રામજીભાઈ બારૈયા (4) અનવર જુમાભાઈ દાઉદાની (5) સોલીડ વેસ્ટ શાખાના મુકાદમ ખોડાભાઈ ગોરી (6) હિરાભાઈ સરેસા (7) ટેક્સ ક્લાર્ક નાનજીભાઈ રખૈયા (8) મેલેરિયા ઇન્સ્પેક્ટર ભરતકુમાર વ્યાસ (9) ફિલ્ડ વર્કર હુસેન શેખ (10) વોર્ડ નં.-8નાં સફાઈ કામદાર રમાબેન ચમનભાઈ ચૌહાણ વિગેરે નિવૃત થાય છે. નિવૃત્તિ વિદાય સન્માન સમારોહમાં મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાના વરદ હસ્તે કર્મચારીઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

કર્મચારીઓના પી.એફ. અને હક્ક રજાના રોકડમાં રૂપાંતર અંગેના ચુકવણીના હુકમો તથા પી.પી.ઓ. બુકની નકલ પણ આપવામાં આવેલ હતી કાર્યક્રમમાં ડેપ્યુટી મ્યુનિ. કમિશનર આશિષ કુમાર, ડેપ્યુટી મ્યુનિ. કમિશનર સી. કે. નંદાણી, આસિ. મ્યુનિ. કમિશનર હર્ષદ પટેલ, આરોગ્ય અધિકારી ડો. જયેશ વાકાણી, આસિસ્ટન્ટ મેનેજર(મહેકમ) વિપુલ ઘોણીયા, આસિસ્ટન્ટ મેનેજર(ટેક્સ) ગામેતી, આસિસ્ટન્ટ મેનેજર (સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ)શ્રી મનિષ વોરા સહીતનાં અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement