આવકવેરામાં ફેરફાર: કોને કેટલો ફાયદો

01 February 2023 05:13 PM
Budget 2023
  • આવકવેરામાં ફેરફાર: કોને કેટલો ફાયદો

છેલ્લે 2014માં ટેક્ષ સ્લેબમાં બદલાવ કરવામાં આવ્યા હતા

આજે નાણામંત્રી નિર્મલા સીતારામને જે આવકવેરાના સ્લેબમાં ફેરફાર કર્યા છે અને રૂા.3 લાખ સુધીની આવકને પુર્ણ રીતે કરમુક્ત કરી તેમાં અગાઉ 0થી3 લાખની આવક ધરાવતા વ્યક્તિને રૂા.2500નો ટેક્ષ ભરવો પડતો હતો તે હવે ટેક્ષ જાળમાંથી બહાર આવી ગયા છે જયારે રૂા.3થી6 લાખની આવક ધરાવતા વ્યક્તિને પહેલાના સ્લેબ મુજબ રૂા.22500નો ટેક્ષ ભરવો પડતો હતો તેને હવે રૂા.15 હજારનો ટેક્ષ ભરવો પડશે

જેનાથી તેને રૂા.7500નો ફાયદો થશે. રૂા.6થી9 લાખની આવક ધરાવતા વ્યક્તિને અગાઉ રૂા.60 હજારનો ટેક્ષ ભરવો પડતો હતો તેને હવે રૂા.45 હજારનો ટેકસ ભરવાનું થશે. આમ તેને રૂા.15 હજારનો ફાયદો થશે. રૂા.9થી12ની આવક ધરાવતા વ્યક્તિને અગાઉ રૂા.1.15 લાખનો ટેકસ ભરવો પડતો હતો તેણે હવે રૂા.90 હજારનો ટેકસ ભરવો પડશે જેથી તેને રૂા.25 હજારનો ફાયદો થશે જયારે 12થી15 લાખની આવક ધરાવતા વ્યક્તિને અગાઉ 187500નો ટેકસ ભરવો પડતો હતો તેણે હવે રૂા.1.50 લાખ ટેક્ષ ભરવાનો થશે આમ રૂા.37500નો ફાયદો તે કરદાતાને થશે.


Related News

Advertisement
Advertisement
Advertisement