નવી દિલ્હી તા.1 : કેન્દ્રીય બજેટમાં આજે જે ટેકસ રાહત આપવામાં આવી છે તેના કારણે સરકારની કુલ કરવેરા આવકમાં રૂા.35 હજાર કરોડનો ઘટાડો થશે. સીધા અને આડકતરા કરવેરામાં રાહત આપવામાં આવી છે. જેમાં સીધા કરવેરામાં રૂા.37 હજાર કરોડ અને આડકતરા કરવેરામાં રૂા.1 હજાર કરોડની રાહત આપવામાં આવી છે અને જે ડયુટી વધારાઈ છે તેના કારણે સરકારને રૂા.3 હજાર કરોડની વધારાની આવક થશે જેને કારણે એકંદરે કેન્દ્રીય બજેટમાં રૂા.35 હજાર કરોડની રાહત આપવામાં આવી હોવાનો દાવો નાણામંત્રી નિર્મલા સીતારામને કર્યો હતો.