જુગાડુ વડાપાઉંમાંથી પાંચ કિલો વાસી બ્રેડ-પાઉં મળ્યા ‘છાશવાલા’માંથી 53 નંગ લસ્સીના ગ્લાસનો નાશ કરાયો

01 February 2023 05:15 PM
Rajkot
  • જુગાડુ વડાપાઉંમાંથી પાંચ કિલો વાસી બ્રેડ-પાઉં મળ્યા ‘છાશવાલા’માંથી 53 નંગ લસ્સીના ગ્લાસનો નાશ કરાયો

ઢેબર રોડ પર ફૂડ શાખાની ડ્રાઇવમાં બસ સ્ટેન્ડ સહિતના 39 ધંધાર્થીને ત્યાં તપાસ : લાયસન્સ લેવા ડઝન ધંધાર્થીને નોટીસ

રાજકોટ, તા. 1
કોર્પો.ની વન વીક વન રોડ ઝૂંબેશ અંતર્ગત ઢેબર રોડ પર ખાણીપીણીના કુલ 39 દુકાનદારોને ત્યાં તપાસ કરવામાં આવતા 17 કિલો વાસી ફૂડનો નાશ કરી, 12 પેઢીને લાઇસન્સ મેળવવા તથા હાઇજિનિક કન્ડિશન જાળવવા સૂચના અપાઇ છે તો ત્રણ જગ્યાએથી ચીઝના નમુના પણ લેવામાં આવ્યા છે.

ફૂડ વિભાગ દ્વારા ગઇકાલે ઢેબર રોડ પર (1) જુગાડુ વડાપાઉંમાં તપાસ કરવામાં આવતા વાસી માલ મળતા 5 કિ.ગ્રા. પાઉં, બ્રેડનો નાશ કરવામાં આવ્યો હતો. જયારે (2)પટેલ ડેરી પ્રોડક્ટસ પ્રા.લી. (છાશવાલા)માંથી ચોકલેટ લસ્સી(220 મિલી) 36 નંગ તથા રજવાડી લસ્સી(220 મિલી) 17 નંગ જથ્થા પર લેબલ ની વિગતો અવાચ્ય હોય સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો આથી ત્યાં લેબલ સુધારા કરવા બાબતે સૂચના અપાઇ હતી અને બંને પેઢીને નોટીસ પણ અપાઇ હતી.

જયારે (3)શિવશક્તિ ડેરી ફાર્મ (4)ઓમ ફાર્મસી (5)ટવીલાઇટ કોલ્ડ્રિંક્સ (6)ડીલક્સ પાન કોલ્ડ્રિંક્સ (7)ઓમ ડીલક્સ પાન કોલ્ડ્રિંક્સ (8)વાળા પાન કોલ્ડ્રિંક્સ (9)ગોકુલ ટી સ્ટોલ ફૂડ ઝોન (10)ગોકુલ પરોઠા હાઉસ (11)રાજ ટી સ્ટોલ અને (12)અશોક ફૂડ ઝોનને લાયસન્સ મેળવવા બાબતે નોટીસ અપાઇ હતી.

આ ઉપરાંત (13)અમર પાન કોલ્ડ્રિંક્સ (14)કિર્તિ સેલ્સ એજન્સી (15)રાજ રેસ્ટોરેન્ટ (16)મહેન્દ્ર પાન કોલ્ડ્રિંક્સ (17)ટી એન્ડ કોફીબાર (એસટી કેન્ટીન) (18)માતૃ ફૂડસ બેવરેજીસ પ્રા.લી. (એસટી કેન્ટીન) (19)રાઠોડ પાન (20)પ્રકાશ પાન (21)કૈલાશ મેડિકલ હાઉસ (22)સુપર પાન કોલ્ડ્રિંક્સ (23)પાલજી સોડા શોપ (24)અનિલ સમોસા સેન્ટર (25)લક્ષ્મી હોટેલ (26)બિગ પોટ (27)શિવમ મેડિકલ સ્ટોર (28)આનંદ મેડિકલ સ્ટોર (29)રંગોલી જનરલ સ્ટોર (30)શ્રીજી પ્રસાદમ (31)શ્રી સ્વામીનારાયણ મેડિકલ સ્ટોર (32)રાજહંસ પાન (33)માધવ રેસ્ટોરેન્ટ (34)અશોક પાન સેન્ટર (35)ટી પોસ્ટ (36)શિવાની મેડીસીન (37)મોમાઈ હોટલ (38)બંસી ડીલક્સ પાન કોલ્ડ્રિંક્સ (39)હરસિદ્ધિ ડીલક્સ પાન કોલ્ડ્રિંક્સમાં તપાસ કરાઇ હતી.

નમુના લેવાયા
ફૂડ વિભાગ દ્વારા આનંદનગર મેઇન રોડ પર એચ-52 આનંદનગર કોલોનીમાં શિવશકિત એજન્સીમાંથી ગો-ચીઝ, ચિત્રકુટ સોસાયટી મેઇન રોડ પર તીર્થ માર્કેટીંગમાંથી પીટલ ચીઝ અને જુદી જુદી શાક માર્કેટ સામે ગુમાનસિંહજી શોપીંગ સેન્ટરમાં આવેલ બાલાજી માર્કેટીંગમાંથી કેલકલો એન્ડ ફ્રોઇડ ચીઝના નમુના લઇ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.


Related News

Advertisement
Advertisement
Advertisement