રાજકોટ,તા.1
એસોસિએશન ઓફ કન્સલ્ટિંગ સિવિલ એન્જિનિયર્સ દ્વારા પ્રમુખસ્વામી ઓડિટોરિયમ સિવિલ એન્જિનિયર્સ સિમ્પોઝિયમ-2023નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ચીફ ગેસ્ટ તરીકે ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠીયા ઉપસ્થિત રહેલા હતા.
જેમણે હાલમાં ચાલી રહેલી ઈમ્પેકટ સ્કીમ તેમજ રાજકોટ સ્માર્ટ સિટી માટેની માહિતી આપેલ હતી. આ ઉપરાંત કી નોટ સ્પીકર તરીકે એસોસીએટ પ્રોફેસર ઈન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેક હકીમુદ્દીન મન્સૂરલી ભારમલે સ્પેસ ડિઝાઈન ઉપર માહિતી આપેલી હતી એસોસિએશનના ભૂતપૂર્વ ઈમિડીયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ ધર્મેન્દ્રભાઈ મીરાણી અને ભુતપૂર્વ સેકેટરી ગૌરવભાઈ સોલંકીને તેમની 2018 થી 2022ની કામગીરી બદલ મોમેન્ટો આપી સન્માન કરવામાં આવેલ હતું.
કાર્યક્રમમાં બિલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ પરેશ ગજેરા ઉપસ્થિત રહ્યા હતાં. ટેકનિકલ પ્રોગ્રામની સાથે સાથે એકિઝબિશનનું પણ આયોજન કરવામાં આવેલું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ ગૌરવભાઈ સોલંકી સેકેટરી નિશાંતભાઈ દોમડીયા તથા સર્વે કમિટી મેમ્બ જહેમત ઉઠાવી હતી.