નવી દિલ્હી તા.1 : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામને રજુ કરેલા બજેટ પર બહુજન સમાજવાદી પક્ષ બસપાનાં સુપ્રિમોએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ વર્ષનું બજેટ કંઈ ખાસ અલગ નથી ગત વર્ષની ખામીઓ કોઈ સરકાર બતાવતી નથી. નવા વાયદાઓની ફરીથી ઝડી વરસવા લાગે છે. જમીની હકીકત તો એ છે કે 100 કરોડથી વધુ જનતાનું જીવન આમેય દાવમાં જ લાગેલુ હોય છે. જેમ પહેલા લોકો આશા પર જીવતા હતા તેમ તો ખોટી આશાઓ શા માટે બજેટ પાર્ટીથી વધુ દેશ માટે હોય તો બહેતર છે. બજેટમાં વાયદા આશાનો વરસાદ થાય છે પણ તે અર્થહીન રહી ગયા છે.