યુનિ. અર્થશાસ્ત્ર ભવનના વડા શાહનું મંતવ્ય

01 February 2023 05:21 PM
Rajkot
  • યુનિ. અર્થશાસ્ત્ર ભવનના વડા શાહનું મંતવ્ય

મહિલા બચત, કૌશલ્ય, ઘરનું ઘર, અનાજ, સહકારી મંડળીઓને ફાયદો કરાવતું બજેટ

* દેશના યુવાનોને લોન અને ટ્રેનીંગ માટે પ્રધાનમંત્રી વિશ્ર્વકર્મા કૌશલ યોજનામાં જોગવાઈ કરવામાં આવી છે.

* મહિલાઓના વિકાસ માટે બચત યોજનાઓ અન્વયે મહિલા સમ્માન યોજનાની જાહેરાત કરવામાં આવી છે.

* દરેક વ્યક્તિનું ઘરનું સ્વપ્ન સાકાર કરવા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફાળવણીની રકમમાં 66% જેટલો માતબર વધારો કરવામાં આવ્યો છે.

* પ્રધાનમંત્રી અન્ન સુરક્ષા યોજના અન્વયે ગરીબોને મફત અનાજ આપવાની યોજના જે 1 વર્ષ સુધી લંબાવવામાં આવી છે.

* ખેડુતોની સમસ્યાઓના સમાધાન, ખેત ઉત્પાદકતામાં વધારવાની ટેકનોલોજી વિકસાવવા આ બજેટમાં ખેતીક્ષેત્રે સ્ટાર્ટઅપ માટે માતબર ફંડની ફાળવણી કરવા ઉપરાંત ખેડુતોને ડીજીટલ ટ્રેનીંગ, ખેતીમાં સ્ટોરેજની સુવિધા પર વધુ ભાર મુકવામાં આવ્યો છે.

* બાજરા, જુવાર, મકાઈ વગેરે મોટા અનાજ ઉગાડવા માટે રૂા.2200 કરોડની ફાળવણી કરી ભારત ‘મિલેટ ગ્લોબલ હબ’ બને તેના પર ભાર મુકવામાં આવ્યો છે.

* પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

* ભારતમાં સહકારી ક્ષેત્રના વિકાસ માટે 63000 જેટલી સહકારી મંડળીઓનો નેશનલ ડેટાબેજ તૈયાર કરી તેના ડિજીટલાઈઝેશન પર ભાર મુકવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્ર યુનિ. અર્થશાસ્ત્ર ભવનના વડા ડો. શાહે છાત્રોને બજેટનું જીવંત નિદર્શન આપ્યું હતું.

એન.આર.શાહ | અર્થશાસ્ત્ર ભવનના વડા સૌરાષ્ટ્ર યુનિ.


Related News

Advertisement
Advertisement
Advertisement