રાજકોટ, તા. 1
મહાપાલિકા દ્વારા દર મંગળવારે કરાતી વન વીક, વન રોડ ઝુંબેશમાં તમામ શાખાઓેએ દબાણ હટાવથી માંડીને સફાઇ, આરોગ્યલક્ષી કામગીરી કરી હતી. જેમાં ગઇકાલે ત્રિકોણબાગથી ઢેબર રોડ પર જુદી જુદી ર7 દુકાનો બહારના ઓટલા, છાપરા અને રેલીંગ તોડીને 4રર0 ચો.ફુટ પાર્કિંગની જગ્યા ખુલ્લી કરાવવામાં આવી છે. આ ઝુંબેશમાં કમિશ્નર અમિત અરોરાએ ફાયર શાખાને પણ જોડી હોય, કચેરી બાજુમાં જ કરોડોના ખર્ચે બનેલા નવા બસ પોર્ટ દ્વારા પણ ફાયર એનઓસી રીન્યુ નહીં કરાયાનું ખુલતા બસપોર્ટ, બાજુના પેટ્રોલ પંપ, હોટલ સહિત છ મિલ્કતને ફાયર વિભાગે નોટીસો ફટકારી છે.
શહેરના જાહેર માર્ગો પર વાહન પાર્કિંગની સમસ્યાને અંતર્ગત કમિશ્નર દ્વારા મંજુર કરાયેલ એકશન પ્લાન અંતર્ગત ટીપી શાખા દ્વારા ગઇકાલે સેન્ટ્રલ ઝોન વિસ્તારના વોર્ડ નં.7, 14 તથા 17 માં સમાવિષ્ટ ત્રિકોણ બાગ ચોકથી અટીકા ફાટક સુધીના ઢેબર રોડ પર ફૂટપાથ, માર્જિન તથા રોડમાં થયેલ દબાણો ગેરકાયદેસર બાંધકામ દુર કરવા
ડિમોલીશન હાથ ધરી પાર્કિંગ, રસ્તા પૈકીની જગ્યા ખુલ્લી કરાવવામાં આવેલ છે
ફૂટપાથ અને રોડ સમારકામ, રોડનું સ્ટ્રક્ચર સરખું કરવું, ફૂડ શાખા દ્વારા ચકાસણી, નડતરરૂપ ઝાડને ટ્રીમીંગ, ટેક્સ વસુલાત, ગંદકી બદલ દંડ અને ફાયર એનઓસી કામગીરી પણ કરવામાં આવી હતી.
ત્રિકોણબાગ, ઢેબર રોડ, અટીકા ફાટક પર યુસુફભાઈ વાળા, વાળા પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, રતિભાઈ જે. પટેલ, ફૌજી રેસ્ટોરન્ટ, એરવેલ ઇલેક્ટ્રિકલ, ગુરુકુળ પાણીના ટાંકા સામે, શ્રી શ્યામ ડીલક્ષ પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, ઓસમાણભાઈ, નેશનલ ઓટો હાઉસ, ભાવિનભાઈ, મહાદેવ ઓટો ઇલેક્ટ્રિક એન્ડ ચાવી, મુકેશભાઈ ડાભી, મોમાઈ ટી એન્ડ પાન, એ. જી. ગમાર, ચા વાળા, આર. આર. કોમ્પ્લેક્ષ, ભારત ઇલેક્ટ્રિકલ્સ, નેક્સસ હોટેલ સામે, સીટી સેન્ટર બિલ્ડીંગ, પટેલ રેડિયો, પી.આર. કોમ્પ., ટંકારાવાળા સ્ટોર, વી.વી. કોમ્પ., આર્ય સમાજની વાડી, ડી.બી.એસ. એ.ટી.એમ., વાણીજ્ય ભવન, ધરતી બેંક, બીગ પોર્ટ ટી, શિવાલિક એપાર્ટમેન્ટ, મધુરમ હોસ્પી. સામે, સ્વામી. ગુરુકુળ સામે, સ્વામી. ગુરુકુળ સ્કુલ સામે, અમિત બિલ્ડીંગ, શ્રી રામ ટેલીવર્લ્ડ, શ્રી સરસ્વતી સ્કુલ બહારથી ઓટલા, છાપરા, સાઇન બોર્ડ તોડીને જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.
દબાણ હટાવ શાખા દ્વારા બે રેંકડી-કેબીનો ઢેબર રોડ પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી 13 અન્ય પરચુરણ ચીજો અને 248 બોર્ડ બેનર ઢેબર રોડ પરથી જપ્ત કરાયા હતા. ફાયર શાખા દ્વારા ત્રિકોણ બાગ થી ઢેબર રોડ પર ગુરૂકુળ સુધી 1-હાઈરાઈઝ રહેણાંક બિલ્ડિંગ, 3-સ્કુલ, 7- હોસ્પીટલ, 1-લેબોરેટરી, 7-હોટલ, 2-રેસ્ટોરન્ટ, 1-ગેસ્ટ હાઉસ, 1-બસ સ્ટેન્ડ, 3-પેટ્રોલ પમ્પ કુલ 26 જગ્યાએ ફાયર એનઓસી અંગે ચકાસણી કરી અને જેમાં ક્રાન્તિ એપાર્ટમેન્ટ રહેણાંક બિલ્ડીંગ, નાગરિક બેન્ક ચોક-1, બોમ્બે ગેરેજ પ્રા.લી. પેટ્રોલ પંપ, નેશનલ ઓટોમોબાઇલ ભાડલાવાળા પેટ્રોલ પમ્પ, મહેતા પેટ્રોલ પમ્પ કુલ-3, હોટલ નેક્ષસ અને જીએસઆરટીસી બસ સ્ટેન્ડ એમ કુલ-6ને રિન્યુઅલ નોટીસ આપવામાં આવેલ છે.
રોશની શાખાએ બંધ લાઇટ ચાલુ કરી હતી તો બગીચા શાખા દ્વારા નડતરરૂપ 46 વૃક્ષોનું ટ્રીમીંગ, રોડ ડીવાઇડરમાં સફાઇ, કટીંગ, નિંદામણ વગેરે કામગીરી કરાઇ હતી. તો મનપા અને સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સંયુક્ત રીતે અંદાજે 132 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત 341 વૃક્ષોનું જીઓ ટેગીંગ પણ કરાયેલ છે.