રાજકોટ,તા.1 : ચંદ્રેશનગર મેઈન રોડ પર જાહેરમાં 20-20 ક્રિકેટ મેચ પર મોબાઈલ ફોનમાં GNITE 777. COM નામની આઈ.ડી.પર ઓનલાઈન જુગાર રમતો મહેન્દ્રસિંહ નામના શખ્સને ક્રાઈમ બ્રાંચની ટીમે દબોચી રૂ।.1.11 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.દરોડાની વિગત અનુસાર શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, ડિ.સી.પી.ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલે જુગાર, દારૂ અને ઓનલાઈન સટ્ટાની બદીને ડર કરવાની આવેલ સુચનાથી શહેર ક્રાઈમ બ્રાંચના પી.આઈ.વાય.બી.જાડેજાની રાહબરીમાં હેડ કોન્સ્ટેબલ દિપક ચૌહાણ અને કોન્સ્ટેબલ એભલભાઈ સહીતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.
ત્યારે મવડી પ્લોટ ચંન્દ્રેશનગર મેઈન રોડ પર રાધેકૃષ્ણ ડેરીની બાજુમાં શખ્સ ઓનલાઈન જુગાર રમે છે. તેવિ મળેલ ચોકકસ બાતમીના આધારે ટીમે દરોડો પાડી બાતમીના સ્થળે ઉભેલા શખ્સની અટક કરી નામ પુછતા મહેન્દ્રસિંહ ગુણુભા જાડેજા (ઉ.વ.29) જણાવેલ તેની પાસે રહેલ મોબાઈળ ફોનમાં તપાસ કરતાં તેમાં GNITE 777. COM નામની આઈ.ડી.બાંગ્લાદેશ પ્રીમીયરલીંગની 20-20 ક્રિકેટ મેચ પર ઓનલાઈન સોદા કરી જુગાર રમી રમાડતો હતો. પોલીસે આરોપી મહેન્દ્રસિંહની ધરપકડ કરી મોબાઈલ ફોન રૂ।.એક લાખ અને રોકડ નવી રૂ।.1.11 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આઈ.ડી.કયા બુકી પાસેથી મેળવી તે અંગે પુછપરછ હાથ ધરી હતી.
મોકાજી સર્કલ પાસેથી ભાવેશ ડોબરીયાને આઈ.ડી.વડે ક્રિકેટ સટ્ટો રમતાં ક્રાઈમ બ્રાંચે દબોચ્યો
મોકાજી સર્કલ જગન્નાથ મંદિર સામે ખુલ્લા પ્લોટમાં મોબાઈલ ફોનમાં રાજવિજ 101.કોમ નાનની આઈ.ડી.વડે બાંગ્લાદેશ પ્રીમીયમ લીગ 20-20 કિકેટ મેચ પર ઓનલાઈન સોદા કરી જુગાર રમતાં ભાવેશ પરસોત્તમ ડોબરીયા (ઉ.વ.45) ને ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે દબોચી તેની પાસેથી મોબાઈલ ફોન અને રોકડ મળી રૂ।.9650નો મુદ્દામાલ કબ્જે કરી આઈ.ડી.કયાં બુકી પાસેથી મેળવી તે અંગે પુછપરછ હાથ ધરી હતી.