રાજકોટ, તા. 1
મ્યુનિ. કોર્પોરેશનની વેરા વસુલાત ઝુંબેશમાં વધુ બે નળ જોડાણ કાપીને 28 પ્રોપર્ટી સીલ કરવામાં આવી છે. તો 89 મિલ્કતને ટાંચ જપ્તી નોટીસ આપવામાં આવી છે. વોર્ડ નં.15માં સર્વોદય સોસાયટી અને નવા થોરાળા વિસ્તારમાં બે નળ કનેકશન કપાયા હતા. તો અટીકામાં બે અને કે.પી.ઇન્ડ.માં 4 યુનિટને ટાંચ જપ્તી નોટીસ અપાઇ હતી.
વોર્ડ નં.2ના ફૂલછાબ ચોકમાં આવેલ સ્ટાર પ્લાઝામાં 4, કસ્તુરબા રોડ પર 9 મિલ્કતને નોટીસ અને બિલખા પ્લાઝામાં એક મિલ્કતને સીલ મરાયા હતા. વોર્ડ નં.4, 6માં નોટીસો અપાઇ હતી. વોર્ડ નં.7માં ઢેબર રોડ પર બસપોર્ટમાં 7 દુકાનો સીલ કરતા 9 લાખની રીકવરી થઇ હતી. આ ઉપરાંત ઢેબર રોડ, ભકિતનગર સ્ટેશન પ્લોટ, ગોંડલ રોડના દર્શન કોમ્પ્લેક્ષમાં સીલીંગ કરાતા રીકવરી થઇ હતી.
વોર્ડ નં.10માં યુનિ. રોડ, કાલાવડ રોડ, વોર્ડ નં.12ના રામેશ્વર ઇન્ડ. એરીયામાં નોટીસ અને જપ્તી કાર્યવાહી થઇ હતી. વોર્ડ નં.13ના સુખોઇ નગર, મવડી, ચંદ્રેશનગરમાં ટાંચ જપ્તી નોટીસ અપાઇ હતી. વોર્ડ નં.14ના સોરઠીયાવાડી, 80 ફુટ રોડ, બાપુનગર, ઢેબર રોડના જુદા જુદા કોમ્પ્લેક્ષમાં નોટીસો આપવામાં આવી હતી. વોર્ડ નં.18ના નહેરૂનગર ઇન્ડ. એરીયામાં 3 યુનિટને ટાંચ જપ્તી નોટીસ અપાતા રીકવરી થઇ હતી. આજે કુલ 89 મિલ્કતોને નોટીસ ઉપરાંત 74 લાખની રીકવરી નોંધાઇ હતી.