રાજકોટ સહિત પાંચ જિલ્લામાંથી હદપાર વિજય ઉર્ફે રૂડી ટ્રેકટર ચોકમાંથી પકડાયો

01 February 2023 05:29 PM
Rajkot
  • રાજકોટ સહિત પાંચ જિલ્લામાંથી હદપાર વિજય ઉર્ફે રૂડી ટ્રેકટર ચોકમાંથી પકડાયો

થોરાળા પોલીસની કામગીરી: આરોપી ઘરફોડ ચોરી સહિતના અનેક ગુનામાં સંડોવાયેલો છે

રાજકોટ,તા.1 : રાજકોટ સહિત પાંચ જિલ્લામાંથી હડપાર કરાયેલો વિજય ઉર્ફે રૂડીને પોલીસે ટ્રેકટર ચોક પાસેથી દબોચી લીધો હતો. પ્રાપ્ત વિગત અનુસાર થોરાળા પોલીસ મથકના પીઆઇ એલ.કે.જેઠવાની રાહબરીમાં પીએસઆઈ એચ.એન.ગઢવી કોન્સ્ટેબલ નરેશ ચાવડા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ટ્રેકટર ચોક પાસે પાંચ જિલ્લામાંથી હદપાર થયેલ શખ્સ હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે વીજય ઉર્ફે રૂડી રાજેશ પરમાર (ઉ.વ.28),(રહે. કુબલિયાપરા શેરી નં.5) ને પકડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનીય છે કે, આરોપી વિરુદ્ધ અગાઉ અલગ અલગ પોલીસ મથકમાં ઘરફોડ ચોરી, દારૂ સહિતના અનેક ગુના નોંધાયેલ છે અને તે તા.8/3/2022 થી 7/3/2024 સુધી રાજકોટ, જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લામાંથી હદપાર કરવામાં આવ્યો હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement